અંજાર બાળભૂમિ સ્મારકનું કાર્ય પૂર્ણ કરવા સૂચના

અંજાર બાળભૂમિ સ્મારકનું કાર્ય પૂર્ણ કરવા સૂચના
રશ્મિન પંડયા દ્વારા-  અંજાર, તા. 23 : કચ્છના આ ઐતિહાસિક શહેર અને પૂર્વ કચ્છના વડામથક ખાતે કચ્છના પ્રવાસન ક્ષેત્રે આગામી દિવસોમાં મહત્ત્વનું સ્થળ બને અને આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે વીર બાળભૂમિ સ્મારકનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવા રાજ્યમંત્રી અને અંજાર વિભાગના ધારાસભ્ય વાસણભાઈ આહીરે પ્રયત્નો હાથ ધર્યા છે. રાજ્યના ડિઝાસ્ટર આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળના સી.ઓ. આઈ.એ.એસ. અનુરાધા મલ તેમજ રાજ્યના અગ્રસચિવ અને મુખ્યમંત્રી કાર્યાલય મુજબ સચિવ મનોજ દાસને પત્ર લખીને તેમજ ટેલિફોન દ્વારા તેમણે જણાવ્યું હતું કે ભૂકંપના આ વિનાશક બનાવમાં શહીદીને વરેલા બાળકો, શિક્ષકો, પોલીસકર્મીઓની કાયમી યાદમાં રૂા. 10 કરોડના ખર્ચે આ સ્મારકનું કાર્ય?ઝડપથી પૂર્ણ કરવા માટે રાજ્યની તમામ એજન્સી સાથે સંકલન કરી આ કાર્ય ઝડપથી સમયમર્યાદામાં પૂરું કરવા વાસણભાઈ આહીરે સૂચના આપી હતી. આ અંગે રાજ્યમંત્રી વાસણભાઈને પ્રત્યુત્તર આપતાં જેમની સીધી દેખરેખ હેઠળ આ કાર્યનું નિર્માણ થઈ રહેલું છે તે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના સી.ઓ. અનુરાધા મલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યની લાગણી કચ્છની આ ઘટના સાથે જોડાયેલી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઈચ્છા અનુસાર આ વીર બાળભૂમિ સ્મારકનું નિર્માણકાર્ય પૂર્ણ?થઈ ગયેલું છે, પરંતુ આ સ્મારકને અતિ આધુનિક રીતે ડિઝાઈનિંગ સાથે વિશિષ્ટ કામગીરીથી પૂર્ણ?કરવાનું હોઈ તાત્કાલિક આ અંગે સંકલન સાથે વિવિધ એજન્સી સાથે મિટિંગ યોજી આ કાર્ય ઝડપથી પૂર્ણ કરાશે. મુખ્યમંત્રી કાર્યાલયના અગ્રસચિવ મનોજ દાસને પણ રાજ્યમંત્રી શ્રી આહીરે આ કામગીરીની ફાઈલને તાત્કાલિક અગ્રતાના ધોરણે મંજૂરી આપી આ ઐતિહાસિક કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે જોવા તાકીદ કરી હતી.ભૂકંપના 2 દાયકા જેટલા સમય બાદ આ વીર શહીદ બાળકોની યાદમાં બનાનારું આ સ્થળ સમગ્ર રાજ્ય-દેશ સાથે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આ ઘટનાની વિશેષ જાણકારી માટે ખાસ ચિત્રો પેઈન્ટિંગ અને ભૂકંપની અનુકંપા કરાવતું મોડેલ ઓડિટોરીયમ પણ તૈયાર થઈ રહ્યું હોવાનું રાજ્યમંત્રીએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer