નખત્રાણા ખાતે વતન જતા શ્રમિકોને 1500 ફૂડ પેકેટનું વિતરણ

નખત્રાણા ખાતે વતન જતા શ્રમિકોને 1500 ફૂડ પેકેટનું વિતરણ
નખત્રાણા, તા. 23 : અહીંના કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ સંચાલિત નિષ્કલંકી તીર્થધામ દ્વારા ગાદીપતિ પૂ. જેરામદાસજી મહારાજના હસ્તે ટ્રેન દ્વારા પોતાના વતન જઇ રહેલા પરપ્રાંતીય શ્રમિકોને 1500 જેટલી સૂકા નાસ્તાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત શનિવારે બિહાર-ઝારખંડ જતા 400 જેટલા લોકોને મુસાફરીમાં કામ આવે અને રાહત રહે તે માટે પ્રાંત અધિકારી જી.કે. રાઠોડ, મામલતદાર શ્રી સોલંકી, રાકેશભાઇ પટેલની સૂચનાથી પૂ. મહંત જેરામદાસજીના હસ્તે નાસ્તાની કિટ આપવામાં આવી હતી. તો આ અગાઉ યુ.પી. જતા શ્રમિકોને કિટ આપવામાં આવી હતી. પ્રેરણાપીઠ પીરાણાના ગાદીપતિ સતપંથાચાર્ય પૂ. જ્ઞાનેશ્વરદાસજી મહારાજ, અમેરિકા સ્થિત પૂ. પ્રેમદાસ બાપુ, ફૈઝપુર આશ્રમના મહંત મહામંડલેશ્વર પૂ. જનાર્દનહરિજી મહારાજ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને રાશનકિટ આપવાની સેવા અવિરત ચાલુ રહી છે. લોકડાઉનના સમયમાં મોટા કાદિયા અથર્વવેદી આશ્રમના મહંત પૂ. દિવ્યાનંદજી મહારાજ દેવપર યક્ષ સતપંથ સનાતન સમાજ દ્વારા કોરોના કહેર વચ્ચે જરૂરિયાતવાળાઓ માટે સેવા ચાલુ રાખી છે. સતપંથ સનાતન સમાજ પ્રમુખ દેવજીભાઇ ભાવાણી, કચ્છ સમાજના પ્રમુખ દાનાભાઇ ગોરાણી, નિષ્કલંકીધામના પ્રમુખ ગંગારામભાઇ પારસિયા, સમૂહલગ્ન સમિતિના પ્રમુખ જયંતીભાઇ લીંબાણી, યુવા સંઘના પ્રમુખ હરિભાઇ લીંબાણી સહિત પીરાણા (અમદાવાદ)ના ટ્રસ્ટી અને ગુજરાત, સાબરકાંઠા તેમજ દેશભરના સતપંથ સંપ્રદાયના અનુયાયીઓ આ કોરોના મહામારીમાં તન-મન-ધનથી સેવા આપી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer