માંડવી ચેમ્બરે શ્વાસ અને અસ્થમાના દર્દીઓને વિનામૂલ્યે પ્રાણવાયુ પૂરો પાડયો

માંડવી ચેમ્બરે શ્વાસ અને અસ્થમાના દર્દીઓને વિનામૂલ્યે પ્રાણવાયુ પૂરો પાડયો
માંડવી, તા. 23 : શ્વાસ અને અસ્થમાના દર્દીઓને કોરોના કહેરના આ સમયગાળા દરમ્યાન ઓક્સિજનના 20 બાટલા માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ?ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અપાયા હતા. પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસ શાહ, માનદ્મંત્રી નરેન્દ્ર સુરુ, ખજાનચી ચંદ્રસેન કોટકના  જણાવ્યા મુજબ આખા વર્ષ દરમ્યાન દમના દર્દીઓને 100થી  વધારે બાટલા મફત આપવાની ગણતરી છે. કોરોના દરમ્યાન 20 બાટલા અપાયા છે. આ મોભીઓએ વધુમાં જણાવ્યું કે, માંડવી તાલુકાના દરિયાઇ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં ભેજના કારણે શ્વાસ તથા અસ્થમાના દર્દીઓનું પ્રમાણ વધારે છે. 15 વર્ષથી પડતર ભાવે બાટલા આપવાની ચાલતી આ સેવાનો 1500થી વધારે દર્દીઓએ લાભ લીધો છે. તેમની જરૂરિયાત પ્રમાણે  વહેલી સવારના  પાંચ વાગ્યાથી રાત્રિના 12 વાગ્યે પણ બાટલા અપાય છે. ગત દિવાળીથી આવતી દિવાળી સુધી મૂળ માંડવીના હાલે અંજાર ગોપી મેડિકલવાળા ભરતભાઇ શાહ તથા દીપકકુમાર શાહના સહયોગથી તેમના પિતરાઇ ભાઇ મહેશભાઇ લાકડાવાળાએ રૂા. 25000 માંડવી ચેમ્બરને દાન આપ્યું છે. 2004માં ઓક્સિજનના ખાલી બાટલા માટે રૂા. 1,00,000 મુંબઇના પ્રભુલાલભાઇ સંઘવીએ  દાન આપ્યું ત્યારથી સેવા ચાલુ છે. વર્તમાનમાં ચેમ્બર પાસે 18 બોટલ ઉપયોગમાં લેવાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer