ભુજની લિયો ક્લબ દ્વારા કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

ભુજની લિયો ક્લબ દ્વારા કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા
ભુજ, તા.23 : તાજેતરમાં લિયો કલબ ઓફ ભુજ દ્વારા કોરોના વોરિયર્સ તરીકે કલેકટર પ્રવીણા ડી.કે. તથા ટીમ, કચ્છમિત્ર ન્યૂઝ પેપર અને નગરપાલિકાનું સન્માન કરાયું હતું. કચ્છમાં ભૂકંપ હોય, કોઇ પણ કુદરતી આફત હોય કે હાલમાં ચાલતી કોરોના જેવી વૈશ્વિક મહામારી હોય, કચ્છમિત્ર હંમેશાં કચ્છના લોકો માટે મદદરૂપ રહે છે. ટીમ લિયોએ આ બદલ કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ તથા સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. ભુજ નગરપાલિકા દ્વારા પણ હાલમાં પંદર હજાર માસ્ક અને હાથ મોજાંનુ વિતરણ કર્યું હતું. અંદાજિત બાર લાખ લિટર જેટલા સેનિટાઇઝર દ્વારા વિવિધ વિસ્તારમાં સેનિટાઇઝેશન કર્યું હતું. અધ્યક્ષા લતાબેન સોલંકીએ કારોબારી ચેરમેન ભરતભાઇ રાણા તેમજ સાંસ્કૃતિક કમિટીના ચેરપર્સન ગોદાવરીબેન ઠડક્કરે સ્વહસતે ચા બનાવી સફાઇ કર્મચારીઓને પીવડાવી હતી, જે બદલ તેમને સન્માનિત કર્યા હતા. ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યને સફળ બનાવવા લિયો કલબના પ્રમુખ બિજલ ઠક્કર, મંત્રી રાજવી ઠક્કર, સહમંત્રી ધ્રુવ મચ્છર, ખજાનચી સુભમ શાહ, સહખજાનચી વિમી ઠક્કર, બોર્ડ મેમ્બર રિયા પટેલ અને માધવ ઠક્કરે જહેમત ઉઠાવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer