શ્રમિક સ્પેશિયલ ટેનોમાં ભોજન-પાણીનો પ્રબંધ

શ્રમિક સ્પેશિયલ ટેનોમાં ભોજન-પાણીનો પ્રબંધ
ગાંધીધામ, તા. 23 : કોરોના મહામારીમાં લોકોને મદદરૂપ થવા માટે સંકુલની જુદી-જુદી સંસ્થાઓએ રાશનકિટ વિતરણ, વતન જતા શ્રમિકોને ફૂડ પેકેટ તથા કોરોના યોદ્ધાનું સન્માન સહિતની  પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે લોકડાઉનના પ્રથમ દિવસથી જ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી જરૂરતમંદોને  10 હજારથી વધુ રાશનકિટ  વિતરણ, ભોજન વ્યવસ્થા કરી હતી. જેમાં ચેમ્બરના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.  કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના માર્ગદર્શન તળે  ચેમ્બરના  તંત્રની સાથે સંકલન સાધીને શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. ગાંધીધામ-અંજારથી ઉપડતી પ્રત્યેક ટેનના પ્રવાસીઓને ફૂડપેકેટ, પેયજળ તથા સરહદ ડેરી  દ્વારા છાસ  સહિતની ચીજવસ્તુઓ અપાઈ હતી.વેપારી સંગઠનના સભ્યોએ દરેક ટેનના ભોજન અને પાણીની વ્યવસ્થાનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારી માનવતા અને લોકસેવાનું ઉદાહરણ આપ્યું હતું. શ્રમિક  વિશેષ રેલ સેવામાં ભોજન વ્યવસ્થા માટે તેજાભાઈ કાનગડ, જતીન અગ્રવાલ, જયેશ રાજદે, બાબુભાઈ હુંબલ, ફ્રેન્ડ્સ ગ્રુપ, લાયન્સ કલબ, રાકેશ અગ્રવાલ (અમુલ્યા બોર્ડ), હરીશ્યામ (સમુદ્ર શિપિંગ), પીટર ચાકો (ક્રોઁસ ટેડ શિપિંગ), આશિષ જોષી(માલારા શિપિંગ) તથા વિતરણ વ્યવસ્થામાં  કોરોબારી સમિતિના  બળવંત ઠકકર, હરીશ માહેશ્વરીએ ખડે પગે રહીને સહકાર આપ્યો હતો.ગાંધીધામ  અગ્રવાલ સમાજ, ભારત વિકાસ પરિષદ, આર.એસ.એસ.ના સંયુકત ઉપક્રમે શ્રમજીવીઓને લઈ મધ્યપ્રદેશ તરફ  જતી  ટેનના  પ્રવાસીઓને ગાંધીધામ રેલવે સ્ટેશને ફૂડપેકેટ અપાયાં હતાં. કાર્યક્રમમાં  અગ્રવાલ સમાજના અધ્યક્ષ સુરેશ ગુપ્તા, સંજય ગર્ગ, આકાશ અગ્રવાલ, જખાભાઈ હુંબલ, સુરેશભાઈ, ડી.કે. અગ્રવાલ, નીતિનભાઈ ઠકકર વગેરેએ  હાજર રહીને યોગદાન આપ્યું હતું. લોહાણા મહાપરિષદના સહકારથી  અંજાર, રાપર, નખત્રાણા, દયાપર (લખપત) લોહાણા મહાજન, ભુજ રઘુવંશી  ક્રેડિટ સોસાયટી, ગાંધીધામ રઘુવંશી પરિવાર દ્વારા  લોહાણા જ્ઞાતિના જરૂરતમંદ પરિવારોને અંદાજિત 1 હજાર જેટલી રાશનકિટ  વિતરણ કરાઈ હતી. અખિલ કચ્છ વાલ્મીકિ  સમાજના અગ્રણીઓએ કોરોના યોદ્ધા તરીકે રાત-દિવસ  ફરજ અદા કરતા પૂર્વ કચ્છ પોલીસવડા  પરીક્ષિતા રાઠોડ અને પોલીસ કર્મચારીઓ, તાલુકા આરોગ્ય અધિકારી દિનેશ સુતરીયા, પાલિકાના  સેનિટરી ચેરમેન, સેનિટરી ઈન્સ્પેકટર કરણભાઈ ધુવા, ગાયત્રીપ્રસાદ જોષી  અને તેમની ટીમના સભ્યોનું  સન્માન કર્યું હતું. આ વેળાએ ભરતભાઈ વાઘેલા, ચમનભાઈ મકવાણા, દિનેશ વાણીયા, શિવજીભાઈ વાઘેલા, જયેશભાઈ ઝાલા હાજર રહયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer