ગાંધીધામમાં પોલીસને સહકાર આપનારાઓનું થયું સન્માન

ગાંધીધામમાં પોલીસને સહકાર આપનારાઓનું થયું સન્માન
ગાંધીધામ, તા. 23 : કોરોના વાયરસને પગલે લોકડાઉન દરમ્યાન કોરોના વોરિયર એવી પોલીસને જુદી જુદી કામગીરીમાં સહકાર આપનારા લોકોનું પ્રશંસાપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમ્યાન કોરોના વોરિયર બનીને પોલીસે કામગીરી કરી હતી. અનેક લોકોને રાશનકિટ, જરૂરતમંદ લોકોને દવા પહોંચાડવી વગેરે અનેક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આવી કામગીરીની સાથોસાથ આદિપુર-ગાંધીધામના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિકોને સહાય આપવા બદલ તથા પોલીસની કામગીરીમાં સહકાર આપનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. નાની ચીરઈના સરપંચ લક્ષ્મણ તેજાભાઈ આહીર, સરદાર નિરવેલસિંહ ઢિલ્લોન, ડો. કાજલબેન નિમાવત (ઓસ્લો ગ્રુપ), રાહુલ નાયર, આકાશ કોડરાણી, પોલીસ કોન્સ્ટેબલ પ્રતીકભાઈ ધાણીદરિયા, પ્રદીપ ભાનુશાળીનું પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડે પ્રશંસાપત્ર આપીને સન્માન કર્યું હતું. આ વેળાએ હેડ ક્વાર્ટરના ડીવાય.એસ.પી. વી. આર. પટેલ, પી.એસ.આઈ. બી. કે. સંધુ વગરે ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer