બે યુવાને સેનિટાઈઝ ટનલ બનાવી મસ્કાને કર્યું કોરોના સામે સુરક્ષિત

બે યુવાને સેનિટાઈઝ ટનલ બનાવી મસ્કાને કર્યું કોરોના સામે સુરક્ષિત
મસ્કા (તા. માંડવી), તા. 23 : આ ગામના બે યુવાને કોરોના સામે સુરક્ષા અર્થે ગ્રામજનો માટે સેનિટાઈઝ ટનલ બનાવી તેને કાર્યરત કરી હતી. બિપિન સોમૈયા અને પ્રતાપ ગોસ્વામી નામના બે યુવાનો પાસે કોઈ એન્જિનીયરિંગની ડિગ્રી નથી પણ કોઠાસૂઝથી સુરક્ષા સેનિટાઈઝ ટનલ બનાવી છે, જેમાં વ્યક્તિ પસાર થાય તો વ્યક્તિ આપોઆપ સેનિટાઈઝ થઈ જાય છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કન્નર અને ડો. પાસવાને આ ટનલ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. પ્રેરક એવા સરપંચ કીર્તિભાઈ ગોર અને યુવાનોને અભિનંદન આપ્યા હતા અને બીજા ગામોના યુવાનો પ્રેરણા લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ડો. કન્નરે મસ્કા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને હાલમાં અન્યત્રથી આવેલા વ્યક્તિઓ માટે રૂમની માગણી કરી હતી, જેને સેક્રેટરી કીર્તિ ગોરે સહર્ષ મંજૂર કરી હતી. હાલમાં આઠેક જેટલા રૂમોમાં બહારથી આવેલા વ્યક્તિઓ-દર્દીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમના માટે ચા-નાસ્તા, જમણની વ્યવસ્થા પણ સ્થાનિક યુવાઓના સહયોગથી ગોઠવાઈ રહી છે. મસ્કા એન્કરવાલા હોસ્પિટલના ડો. મૃગેશ બારડ અને આરોગ્ય કર્મચારીઓ જવાહર નાથાણી અને સંજય માકાણી લાયઝનિંગ કરી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer