ગુજરાતમાં કોરોના કાળચક્ર વણથંભ્યું

અમદાવાદ, તા. 23 (પ્રતિનિધિ દ્વારા) : સજ્જ હોવાની વાતો કરતી રાજ્ય સરકાર ગુજરાતમાં કોરોના વાયરસને નાથવામાં નિષ્ફળ નીવડી હોવાની છાપ ઉપસે છે. સેન્ટ્રલ આઈ.બી.ના છૂટછાટ ન આપવાના ઈનપુટ હોવા છતાં પણ રાજ્યભરમાંથી લોકડાઉન-4 મહદ્અંશે ઊઠાવી લીધું છે. ત્યારે ગુજરાતમાં કોરોના બેકાબૂ બનતાં છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યમાં 396 પોઝિટિવ કેસ નોંધાયા છે જેને લઈને કુલ કોરોના અંક 13,669 થયો છે. જ્યારે આજે વધુ 27 મૃત્યુ સો આંક 829 થયો છે. જો કે, છેલ્લા 24 કલાક દરમ્યાન 289 કોરોના દર્દીઓ કોરોનાને મહાત આપતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેને લઈને રાજ્યમાં કુલ ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા 6169 થઈ છે.આજે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 24 કલાકમાં સૌથી વધુ દર્દીઓ 277 અમદાવાદમાં નોંધાયા છે.સુરતમાં 29, વડોદરામાં 35, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 8, ગીર સોમનાથમાં 6, અરવલ્લીમાં 5, આણંદમાં 3, મહિસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં બે-બે કેસ નોંધાવા પામ્યા હતા. જ્યારે નવસારી પોરબંદર અને અમરેલીમાં એક-એક કેસ નોંધાવા પામ્યા હતા. આમ આજે રાજ્યના 19 જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યમાં કોરોના દર્દીઓના 27 મૃત્યુ નોંધાવા પામ્યા છે. જેમાં 16 પુરુષ અને 11 ત્રીઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં આજે નોંધાયેલા 26 મૃત્યુમાંથી 10 કોવીડ-19ને લઈને જ્યારે અન્ય 17 મૃત્યુ કોવીડ-19 અને અન્ય બીમારીને લઈને થવા પામી છે. આજે 24 મૃત્યુ તો અમદાવાદમાં જ નોંધાયાં છે. જ્યારે અન્ય 3 મૃત્યુ સુરત ખાતે નોંધાયાં છે. મૃત્યુ આંક 829 પર પહોંચ્યો છે. એકલાં અમદાવાદનો જ મૃત્યુ આંક 669 છે. સુરતમાં મૃત્યુ આંક 60 થયો છે.રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કોવીડ-19ના 13,669 પોઝિટિવ દર્દી નોંધાવા પામ્યા છે. જેમાંથી 73 વેન્ટિલેટર, 6598 સ્ટેબલ, 6169 ડિસ્ચાર્જ જ્યારે 829ના મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,78,068 દર્દીઓના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 13,669 પોઝિટિવ અને 1,64,339 નેગેટીવ રહેવા પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 4,82,434 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જેમાંથી 4,71,003 ંહોમ કોરોન્ટાઈન, 10,732 સરકારી ફેસીલીટીમાં કોરોન્ટાઈન જ્યારે 699 પ્રાઈવેટ ફેસીલીટીમાં કોરોન્ટાઈન છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer