કંડલા (એ) 43.2 ડિગ્રીએ રાજ્યનું બીજું ગરમ મથક

ભુજ, તા. 23 : છેલ્લા પાંચેક દિવસથી પ્રખર તપમાં શેકાઈ રહેલા કચ્છને છેલ્લા બે દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી છે. બપોરના ભાગે લુ વર્ષાને બાદ કરતાં લોકોને ખાસ કરીને મોડી સાંજથી ફુંકાતો ઠંડો પવન રાહત આપી રહ્યો છે. જો કે, કંડલા એરપોર્ટ કેન્દ્રમાં મહત્તમ પારો 43.2 ડિગ્રીના આંકે અટકેલો રહેતાં રાજ્યમાં સુરેન્દ્રનગર બાદ કંડલા એરપોર્ટ કેન્દ્ર બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું.કંડલા પોર્ટમાં પણ મહત્તમ પારો 40.1 ડિગ્રીએ પહોંચતાં ગાંધીધામ-કંડલા કોમ્પલેકસમાં અગનવર્ષાનો દોર જારી રહ્યો હતો.જિલ્લા મથક ભુજમાં એક ડિગ્રીના ઘટાડા સાથે લાંબા સમય બાદ મહત્તમ પારો 40 ડિગ્રીથી નીચે ઉતરી 39.9 ડિગ્રીના આંકે અટકયો હતો. સરેરાશ 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. ખાવડામાં 41, રાપરમાં 40નો માંડવી-મુંદરામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે હીટવેવની સંભાવના નકારી વર્તમાનમાં જોવા મળતો ગરમીનો માહોલ યથાવત રહેવાની સંભાવના દેખાડી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer