રોહા ગામે વીજ આંચકાથી સરેરાશ એક મોરનું નિકંદન

ભુજ, તા. 23 : નખત્રાણા તાલુકાનાં ઐતિહાસિક રોહા ગામે રૂપકડાં રાષ્ટ્રીય પક્ષી મોરની વસતી પર ખતરો મંડાયો હોય તેમ પવનચક્કીના વીજ વાયરના સંપર્કથી દૈનિક એક પક્ષી મોતને ભેટતું હોવાના ચોંકાવનારા હેવાલ મળ્યા છે. જાગૃત પ્રકૃતિ પ્રેમી નાગરિકોએ ચિંતા દર્શાવતાં કહ્યું હતું કે, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલો એક કિસ્સો તો માત્ર ઉદાહરણ છે. પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે, પવનચક્કીના વીજ વાયરના પથારામાં દરરોજ એકાદ મોર મોતને ભેટે છે. રસ્સા જેવી જાડાઇ ધરાવતા આ વાયર પર મોર બેસે છે તે સાથે જ બંદૂક જેવો ધડાકો સંભળાય અને મોરનું અસ્તિત્વ મીટી જાય છે. આ માટે વન વિભાગ તાત્કાલિક  ગંભીરતા લે તેવી લોક માંગ ઉઠી છે. ખરેખર પવનચક્કીની કંપનીને એન.ઓ.સી. દેતી વખતે પશુ પક્ષીની સલામતી માટે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કરાર કરવા જોઇએ જેથી નિર્દોષ પક્ષીઓ તેમાં હોમાતાં બચે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer