નાની ભુજપુર આપઘાત કેસમાં પતિ સામે દુપ્રેરણની ફોજદારી

ભુજ, તા. 23 : મુંદરા તાલુકાનાં નાની ભુજપુર ગામે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરનારી સાવિત્રીબેન નામની પરિણીતાના કિસ્સામાં આજે તેના પતિ રામ સામરાભાઇ ગઢવી સામે દુપ્રેરણની ફરિયાદ દાખલ કરાવાઇ હતી.  સમાઘોઘા ગામે રહેતા મરનાર સાવિત્રીબેનના માતા રાણશ્રીબેન  ડાયા ગોપાલ ગઢવીએ આજે મુંદરા પોલીસ મથકમાં પોતાના જમાઇ નાની ભુજપુરના રામ ગઢવી સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરાવ્યો હતો. તું મને ગમતી નથી તેવું કહીને આરોપી મરનારને છેલ્લા ત્રણ વર્ષથી ત્રાસ આપતો હતો તો તે પૈસા પણ ન આપવા સાથે અન્ય સાથે લફરું હોવાથી છોડી દેવા માટે ત્રાસ આપતો હતો જેનાથી કંટાળીને મરનારે આપઘાતનો માર્ગ અપનાવ્યો હતો, તેવું ફરિયાદમાં લખાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer