પત્રી અને કુંદરોડી વચ્ચે જુગાર રમતા પાંચ પકડાયા : છઠ્ઠો રફ્yચક્કર

ભુજ, તા. 23 : મુંદરા તાલુકામાં પત્રી અને કુંદરોડી વચ્ચેના માર્ગે ખારા સીમમાં બાવળોની ઝાડી વચ્ચે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ જણને રૂા. 11,430 રોકડા સહિત રૂા. 35,930ની માલમતા સાથે પકડયા હતા. અન્ય એક આરોપી દરોડા સમયે નાસી ગયો હતો.  પોલીસ સાધનોએ આપેલી જાણકારી મુજબ આજે સંધ્યા સમયે આ દરોડો પડાયો હતો. પકડાયેલા આરોપીમાં પત્રીના પ્રકાશ ખીમજી મહેશ્વરી, ભગુ જીવા આહીર, હુશેન હાસમ ઓઢેજા, ચેતન હરિભાઇ ગોસ્વામી અને માવજી ધારશી મહેશ્વરીનો સમાવેશ થાય છે. જ્યારે પત્રીનો સાલે હાસમ ઓઢેજા નાસી ગયો હતો.  આરોપીઓ સામે દાખલ કરાયેલા ગુનામાં પોલીસે માસ્ક ન પહેરવું, સામાજિક અંતરની જાળવણી ન કરવી અને ગેરકાયદે ઘરની બહાર નીકળવા બાબતની કલમો પણ લગાડી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer