કચ્છની ગ્રામ્ય પોસ્ટ ઓફિસો અંતે શરૂ

ભુજ, તા. 23 : લગભગ બે મહિનાના ગાળા બાદ કચ્છની કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતી કોઠારાની સબ પોસ્ટ ઓફિસ તેમજ આઠ અન્ય બ્રાન્ચ ઓફિસને બાદ કરતાં તમામ ગ્રામ્ય પોસ્ટ ઓફિસો શરૂ થઈ ગઈ છે.કચ્છના ડાક વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપરના સ્તરના આદેશ મુજબ કચ્છમાં વડી કચેરી, તાલુકા મથકો અને અમુક મહત્ત્વની કચેરી સહિત 14 ઓફિસ સિવાયની ગ્રામ્ય કચેરીઓ લોકડાઉનને લઈને બંધ હતી. જે 22મી માર્ચથી સંપૂર્ણપણે શરૂ કરી દેવાઈ છે. જો કે, કોરોનાના કેસોને લઈને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયેલા કોઠારાની ઓફિસ ઉપરાંત આઠ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ બનિયારી, બુઢારમોરા, મઉં (ગઢશીશા), કટારિયા (વિ.), ગાગોદર, ઉમૈયા (આડેસર), ખારોઈ અને વોંધ પણ કન્ટેઈનમેન્ટ ઝોનમાં હોવાથી હાલ બંધ રહેશે. ગ્રામ્ય પોસ્ટ ઓફિસો બંધ હોવાને લીધે લોકોના કામો ખોરવાઈ ગયા હતા. જો કે, સૂત્રોએ કહ્યું હતું કે, આ દરમ્યાન આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ થકી કચ્છમાં ગામડાઓમાં મોટા પાયે લોકોને જરૂરી નાણા પહોંચાડાયા હતા. પોસ્ટ ઓફિસમાં હવે પૂરા સ્ટાફ સાથે કામ કરવાની સૂચના મળી છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાંમુખ્ય કચેરી ઉપરાંત 58 સબ પોસ્ટ ઓફિસ અને 434 બ્રાન્ચ ઓફિસો છે. જે પૈકી મોટા ભાગની 24 માર્ચથી બંધ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer