પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં જાહેરનામા ભંગમાં 40 ઝપટે : 76 વાહન ડિટેઇન

ભુજ, તા. 23 : પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં આજે જાહેરનામાનો ભંગ કરવા બદલ 40 વ્યકિતને પકડી તેમની સામે 38 ગુના નોંધવામાં આવ્યા હતા. તો આજે 76 વાહન પણ ડિટેઇન કરાયાં હતાં. સત્તાવાર રીતે જારી કરાયેલી યાદી મુજબ વાહનો તેમજ પગપાળા કારણ વગર આંટા મારનારા 25 જણ પકડાયા હતા. તો ગેરકાયદે રીતે જિલ્લામાં આવવા બદલ એક જણને પકડાયો હતો. ઉપરાંત માસ્ક અનેસેનિટાઇઝર વગર ફરનારા, જાહેર આરોગ્યનો ભંગ કરનારા, વ્યવસાયી સ્થાનો ઉપર ટોળા એકત્ર કરવા સાથે જરૂરી વ્યવસ્થા ન રાખનારા અને હોમ કોરન્ટાઇનનો ભંગ કરનારા એક જણ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer