ભુજમાં ઘર ખાલી કરાવવા માટે લાકડી વડે થયો હુમલો

ભુજ, તા. 23 : શહેરમાં ઘર ખાલી કરાવવા માટે લાકડી વડે થયેલા હુમલામાં 39 વર્ષની વયના રતનસિંહ ગગુ પરમારને માથામાં ઇજા થઇ હતી. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ ગત બુધવારે મોડીસાંજે શહેરમાં જૂના રેલવે મથક સામે રામનગરી વિસ્તારમાં હુમલાની આ ઘટના બની હતી. ભોગ બનનારે આ વિશે ગઇકાલે ધનીબેન ભીખાભાઇ વાઘેલા, રાજુ ભીખા વાઘેલા, ચંપાબેન ભીખાભાઇ વાઘેલા અને ભંસી ભીખા વાઘેલા સામે ફરિયાદ દાખલ કરાવી હતી. આરોપીઓએ ફરિયાદીને ઘર ખાલી કરીને ભાગી જવા કહયું હતું. જે બાબતે ના પડાતાં આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer