1પમા નાણાપંચમાં કચ્છને 12પ કરોડની ગ્રાન્ટ

ભુજ, તા. 23 : વર્ષ 2020-21માં 1પમા નાણાપંચમાં પાયાની સુવિધા તેમજ સૂચિત યોજનાકીય કામો માટે કચ્છની ગ્રામ પંચાયતોને અંદાજે 100થી 12પ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ ભારત સરકારના જલ જીવન મિશન અને `સ્વચ્છતા મિશન' અંતર્ગત પ0?ટકા પીવાનાં પાણી, સેનિટેશન અને પ0?ટકા પાયાની સુવિધા અર્થે કરી શકાશે. આ અંગે કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ?કોટડિયાએ આપેલી વિગતો મુજબ 14મું નાણાપંચ પૂર્ણ થયા બાદ 1પમા નાણાપંચના અમલીકરણ હેઠળ ભારત સરકાર દ્વારા ગુજરાતને 3100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં કચ્છમાં 90 ટકા વસ્તી અને 10 ટકા ગ્રાન્ટ વિસ્તારના આધારે ફાળવવામાં આવતાં  આ આંક અંદાજે 100થી 12પ કરોડ થવા જાય છે.ગ્રાન્ટ ફાળવણીના નવા નિયમો મુજબ અગાઉ?આ ગ્રાન્ટ 100?ટકા ગ્રામ પંચાયતોને મળતી હતી, પરંતુ હવે 70 ટકા ગ્રામ પંચાયત, 20 ટકા તાલુકા પંચાયત અને 10 ટકા જિલ્લા પંચાયતને ફાળવવામાં આવશે. આ ગ્રાન્ટના ઉપયોગ માટે તાજેતરમાં સરકારની પરવાનગી થકી કચ્છની 629 જેટલી ગ્રામ પંચાયતની બેઠક યોજાઈ હતી. જેમાં હાલના તબક્કે સરપંચ અને અમુક સભ્યો હાજર રહ્યા હતા, પરંતુ લોકડાઉન બાદ ગ્રામસભા યોજાશે, જેમાં કામોને મંજૂરી અપાશે. ગ્રાન્ટ વિભાજન મુદ્દે શ્રી કોટડિયાએ જણાવ્યું હતું કે, અગાઉ ગ્રામ પંચાયતો પોતાની રીતે કામ કરતી હતી. હવે ત્રણ-ચાર ગામોને ફાયદો થતો હોય તેવા કામ તાલુકા પંચાયતને ફાળવાયેલી ગ્રાન્ટમાંથી તથા ત્રણ-ચાર કે તેથી વધુ તાલુકાને ફાયદો થતો હોય તેવા કામો જિલ્લા પંચાયત દ્વારા કરાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer