વપરાયેલા માસ્ક ખુલ્લામાં ફેંકાય તો વાયરસ વધુ પ્રમાણમાં ફેલાઈ શકે

ભુજ, તા. 23 : કોરોના કાળમાં માસ્ક મોટું શત્ર છે. પરંતુ એનો ઉપયોગ થઈ ગયા પછી નિકાલ પણ એટલી જ ચીવટ માંગી લે છે. જો આવી કાળજી ન લેવા તો તે જોખમી સાબિત થઈ શકે એમ છે તેવું અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ઈન્ફેક્શન કંટ્રોલર દર્શન પટેલ જણાવે છે માસ્ક પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની માર્ગદર્શિકા મુજબ જાહેર સ્થળોએ ફેંકી દેવાને બદલે ડસ્ટબીનમાં જ નાખવા જોઈએ. કોઈ પણ પ્રકારના માઈક્રો બેકટેરિયા માસ્કના બહારના પડ ઉપર ચોંટેલા હોય છે. જો આવા માસ્કને ખુલ્લા ફેંકવામાં આવે તો વાયરસ વધુ પ્રમાણમાં ફેલાઈ શકે છે. સામાન્ય વપરાશકારો ઉપરાંત દર્દીઓ, દર્દીની સેવા-શુશ્રૂષા કરતા તબીબી સ્ટાફ તેમજ દર્દીના ઘરના કે નજીકના સંબંધીઓએ માસ્ક પહેરવાથી પહેલા સામાન્ય બ્લીચ અથવા સોડિયમ હાઈપોક્લોરાઈટ દ્રવ્યનો છંટકાવ કરી સંક્રમણ મુક્ત કરવું જરૂરી છે અને તેના ઉપયોગ પછી તેને સળગાવી દેવા અથવા તો જમીનમાં ખાડો કરી દાટી દેવા જોઈએ. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer