ભચાઉ અને તાલુકામાં પણ કચ્છમાં આવનારા માટે અનુકૂળ વ્યવસ્થા કરાઇ

ભચાઉ, તા. 23 : કચ્છમાં હોમ ક્વોરેન્ટાઇન થનારા નિયમ ભંગ કરી ગામમાં શેરીમાં ફરતા હોવાની ફરિયાદ આવતાં ગત મધરાતથી ભચાઉ નગર અને તાલુકામાં  21 જેટલી જગ્યાએ કચ્છ બહારથી આવનાર વ્યકિતઓને આજે ક્વોરેન્ટાઇન કરાયા હતા, જ્યારે દર્દીના સીધા સંપર્કમાં  આવનારાને સરકારી પંચાયત ગેસ્ટહાઉસ અને જય ભગવાન-નાનજી ખીમજી ઠક્કર થાણાવાલા ગેસ્ટ હાઉસમાં રખાયા છે. કચ્છમાં પ્રવેશ કરનારા માટે દશેય તાલુકામાં સરકાર તરફથી નિયમમાં અમલીકરણ માટે અનુકૂળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાણાં ખર્ચી અને રહેવા માગતા હોય, જ્ઞાતિ કે સંસ્થાના સ્થાનમાં જ્યાં રહેતા સગવડ અને રાજીપો મળે એવા ક્વોરેન્ટાઇન સેન્ટરોની  સગવડ કરાઇ છે. સખી મંડળો તરફથી રૂપિયા 50 ભોજનખર્ચ વસૂલી જ્યાં ભોજનની સગવડ નથી ત્યાં સગવડ અપાઇ છે.ભચાઉમાં લેવા પાટીદાર બોર્ડિંગ, લોહાણા મહાજનવાડી, કારિયાધામ, વિસામો, નિશરધામ, વિશરિયાધામ, આહીર સમાજવાડી, કટારિયા માનસ હનુમંતધામ, રામદેવપીર હાઇવે પર નમસ્કાર તીર્થ, સામખિયાળી ઝી ટીવીવાળી ધર્મશાળા, જૂના કટારિયા ગામની બોર્ડિંગ - આમ જ્ઞાતિની જગ્યાઓમાં કચ્છમાં પ્રવેશનારા ક્વોરેન્ટાઇન સેન્ટરની યાદીઓ જોઇ તેમાં  સ્વેચ્છાઓ પ્રવેશ?મેળવે છે. જેનાથી મનોવૈજ્ઞાનિક સંતોષ સાથે તેમના પરિવારજનો ઇચ્છે તો જીવન આવશ્યક ચીજવસ્તુઓ અને ભોજન પણ આપી શકે છે.સ્થાનિક કચ્છીઓમાં કેટલીક જગ્યાએ બહારથી આવનાર વર્ગ તરફથી ચેપ ફેલાવાની ભીતિ અને ક્યાંક ગજગ્રાહ થવાની ભીતિ હતી તે પણ આ વ્યવસ્થાથી હળવી થઇ ગઇ છે.હજુય કચ્છ છોડનારા મુખ્યત્વે શ્રમિક વર્ગ સરકારી દવાખાને વહીવટી કચેરી ઝેરોક્ષ ઓનલાઇન અરજી જેવી કામગીરીમાં રોજગારી મળતી બંધ થયા બાદ નાણાં ખૂટયાં છે ત્યારે તડકામાં આમ-તેમ કચેરી કામે દયનીય હાલતમાં  દેખાઇ રહ્યા છે.પ્રારંભથી અત્યાર સુધી અનેક સેવાભાવી સંસ્થાઓ તરફથી ભોજન-કિટ વિતરણ કાર્યો થયા. શ્રમિકો પ્રત્યે સેવાક્રમ પુન: આગળ વધારાય તે જરૂરી છે. અનેક  ઔદ્યોગિક એકમો તરફથી મજૂરોને રોજગારી બાદ નવરાશની પળોમાં સંભાળ રખાઇ પરંતુ યુનિયન વિહોણા આ કામદારો પાસે ખાસ અધિકારો નથી. કારખાનાવાળા ઠેકેદારો પર મજૂરોને નિર્ભર બનાવી રહ્યા છે. વિવિધ એકમોમાં જોખમી કામ અનેક જીવલેણ અકસ્માતો અને શ્રમકાર્ય બાદ લાંબાગાળે ક્ષીણ-નબળા પડી ગયેલા દેહવાળા શ્રમિકો દુ:ખી દેખાઇ રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer