વીજતંત્રના કોન્ટ્રાક્ટરોને કનડતા પ્રશ્નોનું વેળાસર નિરાકરણ લાવો

અંજાર, તા. 23 : પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશને કોરોના-19ની મહામારી સમયે કોન્ટ્રાક્ટરોને લગતા પ્રશ્નોનાં તાકીદે નિરાકરણ લાવવા વીજતંત્રના એમડીને રજૂઆત કરી છે. ગોધરા તથા દાહોદ કલેક્ટરની પરવાનગીથી કામ કરવા માટે માણસોને લઈ આવવા માટે કરવામાં આવેલી મેડિકલ તપાસણી બાદ વાહનવ્યવહારની બહુ જ તકલીફ હોવાના કારણેમાણસો આવી શકતા નથી તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા, ઘણા કોન્ટ્રાક્ટરો અલગ રાજ્યો જેવાં કે રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી માણસો લાવે છે. જે અંગે ઓનલાઈન અરજીઓ પણ કરવામાં આવેલી છે. તેમના માટે બીજાં રાજ્યોમાંથી સત્વરે મંજૂરી મળે તેમજ કોન્ટ્રાક્ટરોનાં બાકી બિલો મૌખિક રજૂઆત કરેલી તે અંગે સૂચનાનું નીચેના ડિવિઝનમાં અમલ થતો નથી તેવો આક્ષેપ એસો.ના પ્રમુખ ગોપાલ કાનજી માતાએ રજૂઆતમાં જણાવ્યું હતું. હાલમાં માણસો ન હોવા છતાં કોન્ટ્રાક્ટર મિત્રોએ સાથે મળીને થોડા દિવસ પહેલાં તોફાની વરસાદ સાથે પવન આવેલો ત્યારે અમરેલી, અંજાર, ધોરાજી વગરે સ્થળોએ પોલ ઊભા કરી કામ કરી આપ્યું હતું. ફેઈલ ટીસી બદલવાનું કામ 24 કલાક ગમે ત્યારે કરે છે. ત્યારે હવે જ્યારે અમારા કામની શરૂઆત થાય ત્યારે ક્યાંય પણ માણસોને કોરોનાની બીમારી લાગુ પડે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની ગાઈડલાઈન મુજબ પીજીવીસીએલ દ્વારા લેવામાં આવે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે ગંભીર પરિસ્થિતિમાં જીવી રહેલા કોન્ટ્રાક્ટરો પર અધિકારીવર્ગ દ્વારા નોટિસ ઈસ્યૂ કરવામાં આવે છે, જે બંધ થાય તે માટે સંબંધિતોને સૂચના આપવા જણાવ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer