ગાંધીધામમાં મહિનાના પ્રથમ રવિવારે બાળ મનોરોગ કેમ્પ

ગાંધીધામ, તા. 23 : અહીંના રોટરી કલબ અગ્રવાલ સમાજ તથા ગાંધીધામ ઈન્નર વ્હીલ કલબ ધ્વારા ઓટીઝમ  અને બાળ મનોરોગ અંગેનો નિ:શુલ્ક કેમ્પ દર મહિનાના પહેલા રવિવારે યોજાશે. કચ્છમાં એકથી વધુ બાળકો  અનેક તકલીફોનો સામનો કરી રહ્યા છે. આ અંતર્ગત બાળકોને બહેરાશની સાથે માનસિક તકલીફ, બધિરતા, મગજનો લકવો, માનસિક મંદતા, ઓટીઝમ, દ્રષ્ટિમાં ખામી,માનસિક રોગો અંગે બાળકોને તથા તેના વાલીઓને  જરૂરી  માર્ગદર્શન  ભારતનગર ખાતે આવેલી  અગ્રવાલ હોસ્પિટલ ખાતે આપવામાં આવે છે. જેમાં ગુજરાતના નિષ્ણાંત અને નામાંકિત સાયકોલોજીસ્ટ અને તેમની ટીમ સેવા આપી રહી છે.કાયમી  નિ:શુલ્ક સેવા માટે રોટરી કલબના  જગદીશ નાહટા, ઈન્નર વ્હીલ કલબના પ્રમુખ નીતા નિહાલાની, અગ્રવાલ સમાજના ડી.કે અગ્રવાલ સહિતના લોકો સહકાર આપી  રહ્યા છે. રીહેબ તથા અન્ય સારવાર અંગેની વધુ માહિતી માટે મો. 93740 44341 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer