વાગડ વિસ્તારમાં દર્દીઓને જરૂરી દવા તંત્રના સહયોગ થકી મળી

ભચાઉ, તા. 23 : કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં વાહનવ્યવહાર, કુરિયર સેવા બંધ?થતાં એક સ્થળેથી બીજા સ્થળે સારવાર લેતા કે દવા મેળવતા દર્દીઓને મુશ્કેલી થતાં વહીવટી તંત્ર તેમને દવા મેળવી આપવામાં મદદરૂપ બન્યું છે.ભરૂડિયાના વૃષભ સત્રાએ ટ્વિટર પર પોતાના માતા વર્ષાબેન સત્રા (ઉ. 43)ને કેન્સરના દર્દની દવા માટે જિ. કલેક્ટર પ્રવીણા ડી.કે.એ ભુજ પ્રાંતના ના.કલે. શ્રી ગુરવાણીને સૂચના આપતાં એ દવા અમદાવાદથી મગાવી ભચાઉ મામલતદાર શ્રી વાછાણીને મોકલી અપાઇ હતી.એ જ રીતે ભચાઉ ના. કલેક્ટર શ્રી જાડેજાએ પોતાના સ્ટાફની મદદથી અમદાવાદને બદલે બીજા સેન્ટરથી એ જ દવા મગાવી આપી હતી. તો ગાંધીનગરથી કેટલીક ગોળીઓ ભચાઉના એસ.આર.પી. મથકના ડી.વાય.એસ.પી. શ્રી પટેલ  નીચેના અધિકારી શ્રી  બાંભણિયા મારફત દવાનો જથ્થો મગાવી આપી ખરા ઉપયોગી બન્યા હતા.રાપર ખાતે એક સોની પરિવારને દવાની જરૂરત પડતાં કચ્છમિત્રના ટેક્સી ડ્રાઇવર કમલેશ ગોર અને પ્રતિનિધિ મનસુખ?ઠક્કર મદદરૂપ બન્યા હતા.અન્ય એક જૈન યુવાનને રાજકોટના માનસિક ડોક્ટરની દવા ફૂલછાબ ટેક્સીના યાકુબભાઇ મારફતે મગાવી અપાઇ હતી.ભુજથી હોમિયોપેથિક દવાનું પાર્સલ કમલેશભાઇ?ઠક્કરે ટેક્સીચાલક ભુજથી કમલેશભાઇ?ગોર લઇ આવતાં હોમિયોપેથિક ડોક્ટરને ભચાઉમાં પહોંચાડી મહત્ત્વની ફરજ અદા કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer