ભુજ અને આદિપુરમાં જુગાર રમતા પોલીસના દરોડામાં ઝપટમાં આવ્યા

ભુજ, તા. 23 : આ શહેર ઉપરાંત આદિપુર નગરમાં ધાણીપાસા વડે જુગાર રમી રહેલા 10 આરોપી પોલીસે પાડેલા દરોડામાં ઝડપાયા હતા. આ તહોમતદારો પાસેથી રૂા. સાડા સાત હજારથી વધુની રોકડ કબ્જે કરી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભુજમાં કેમ્પમાં લશ્કરી માતામ વિસ્તારમાં ગતરાત્રે સ્થાનિક બી. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, જેમાં આ વિસ્તારમાં રહેતા મુકેશ સોહનલાલ ગારૂ, ભેરૂ બાબુલાલ ડાંગર, સાવન પુનાલાલ ઠઠોરિયા અને કમલ સોનલાલ ગારૂ ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર પકડાયા હતા. આરોપીઓ પાસેથી રૂા. 5120 રોકડા કબ્જે લઇને તેમની સામે ગુનો દાખલ કરાયો હતો. બીજી બાજુ અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ આદિપુરમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા  છ  શકુનિ  શિષ્યોને પોલીસે પાંજરે પૂર્યા હતા.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે તાલુકાના અંતરજાળના ગોપાલનગરમાં આજે બપોરે 12.30 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરાઈ હતી. આરોપીઓ સલીમ હારૂન સોઢા, રામ પિતાંબર સીરવાણી, લક્ષ વિનોદ ઠક્કર, હરેશ વેલજી સોલંકી, અસગર તૈયબ બાપડા અને નરેન શિવાજી રાજગોર મરાઠા કરિયાણાની દુકાન પાછળ   ધાણીપાસા વડે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પડમાંથી રોકડા રૂા. 2,330 કબ્જે કરાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer