સરકારમાં ચડેલી જમીન વિશે થયેલો મામલતદારનો હુકમ રદ કરાયો

ભુજ, તા. 23 : તાલુકાના ભુજોડી ગામે આવેલી ખેતીની જમીન સરકાર દાખલ કરવા બાબતે મામલતદારે કરેલા આદેશને મદદનીશ કલેકટર દ્વારા રદ કરાયો હતો. કુકમા ગામના રહેવાસી વંકા કાના રાણા રબારીની આ વડિલોપાર્જીત વાંઢ નામના ખેતર તરીકે ઓળખાતી ખેતીની જમીન સરકાર દાખલ કરાઇ હતી. વંકા કાનાના પાવરદાર હાસબાઇ કાનાભાઇ વણકરે મામલતદારના આ આદેશ વિરુદ્ધ મદદનીશ કલકેટર સમક્ષ દાવો કર્યો હતો. જેમાં આ અપીલ મંજૂર કરતા મામલતદારનો આદેશ રદ કરતો હુકમ કરાયો હતો. હથિયારબંધી કેસમાં આરોપમુક્ત  ભુજ તાલુકાના ટાંકણાસર ગામના રમજુ દાઉદ જતનો તેમની પાસેથી પ્રતિબંધિત બંદૂક મળવાના કેસમાં તેમને આરોપમુક્ત કરતા શંકાનો લાભ આપી મુકત કરાયો હતો. ચેકના કેસમાં છૂટકારો ભુજના અજાણી કન્ટ્રકશનના સંચાલક અર્જુનભાઇ કિશોરભાઇ અજાણી દ્વારા રૂા. 2.72 લાખનો ચેક પરત ફરતા કરાયેલા નેગોશિયેબલ ધારા તળેના કેસમાં આરોપી નુરીબેનને નિર્દોષ મુકત કરાયા હતા. ફરિયાદ પક્ષ આરોપ પુરવાર કરી શકયો ન હોવાનું જણાવી આ ચુકાદો અદાલતે આપ્યો હતો.આ ત્રણેય કેસમાં વકીલ તરીકે અમીરઅલીભાઇ એચ. લોઢિયા, અન્જુમ લોઢિયા, દિનેશ ગોહિલ, જયવિરાસિંહ જાડેજા, કાસમ મંધરા અને ધનજી મેરિયા રહયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer