લોકડાઉનમાં સમય પાલનનો સરેઆમ થતો ભંગ : તમામને એકસરખા નિયમ લાગુ કરો

ભુજ, તા. 23 : લોકડાઉન સમયનું કોઇ પાલન થતું જોવા મળતું નથી. વહેલી સવારથી અને સાંજ બાદ લોકો નિયમનો છડેચોક ભંગ કરી રહ્યા છે અને સત્તાવાળા જોઇ રહ્યા છે. સરકારે અને અન્યોએ આપેલા પાસવાળાઓ કોઇપણ સમયે બહાર ધોરીધરાર ફરે છે તેને છૂટ અને અન્યોને લોકડાઉનના નિયમોનું પાલન કરવું એ કઇ જાતના નિયમો છે ? તેવો સવાલ જાગૃતોમાં ઉઠયો છે. સરકારના અધિકૃત અધિકારીના સહી-સિક્કા સિવાય પાસ ન આપવા જોઇએ અને અપાયા હોય તો તે માન્ય ન રાખવા જોઇએ. લોકડાઉનના સમયનો અમલ પાસધારકોને પણ લાગુ પડવો જોઇએ. હાલમાં જ્યારે કચ્છમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે નિયમોની છૂટછાટ અન્ય લોકો માટે ગંભીર મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer