ભુજમાં જેઇઇ-નીટનું પરીક્ષા કેન્દ્ર ફાળવવાની પ્રબળ માંગ

ભુજ, તા. 23 : ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહ બાદ મેડિકલ-એન્જિનીયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા છાત્રો માટે અતિ મહત્ત્વની જેઇઇ-નીટની પરીક્ષા આગામી જુલાઇ?માસમાં લેવાનાર છે ત્યારે આ પરીક્ષાનું કેન્દ્ર ભુજમાં ફાળવાય તેવી વાલીઓએ પ્રબળ માંગ કરી છે.વાલી પ્રતિનિધિ એવા સામાજિક કાર્યકર જગદીશ મહેતાએ આ બાબતે કચ્છના સાંસદ સહિતને રજૂઆત કરતાં કહ્યું કે, જિલ્લામાંથી લગભગ 600થી 800 છાત્રો આ પરીક્ષા આપવાના છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ?કે જે કોરોના સંક્રમિત વિસ્તારમાં આવે છે ત્યાં આગળ છાત્રો કેવી રીતે પરીક્ષા આપવા જશે તેવો સવાલ વાલીઓ ઉઠાવી રહ્યા છે. તો આર્થિક પાસાં સહિતની બાબતને ચકાસી ખાસ કિસ્સામાં ભુજને પરીક્ષા કેન્દ્ર ફાળવવા માગણી કરવામાં આવી રહી છે. સાંસદ વિનોદ ચાવડાએ માનવ સંસાધન વિકાસ મંત્રી અને નેશનલ ટેસ્ટીંગ એજન્સીને તો રાજ્યમંત્રી વાસણભાઇએ આ બાબતે રાજ્યના શિક્ષણમંત્રીનું ધ્યાન દોર્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer