કચ્છમાં કોરોનાને લઈને વીડિયોના માધ્યમથી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ

ભુજ, તા. 23 : કચ્છમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને સોશિયલ મીડિયા પર `સેવ ધ કચ્છ' જેવી મૂવમેન્ટ ચાલી રહી છે, ત્યારે વર્ધમાનનગરના બે યુવાનોએ વીડિયો બનાવીને કેટલાક સવાસો સાથે જાગૃતિ દાખવવા તેમાં પ્રયાસ કર્યો છે. બે યુવાન મિત્ર રોનિત શાહ, શ્રેણિક જસાણીએ તેમાં બહારથી આવનારાને કચ્છ પ્રવેશ, સરકારી ગાઈડલાઈનને અનુસરવા, એડ્રેસ આધારકાર્ડમાં કચ્છ હોય તેને જ પરવાનગી આપવા, મુંબઈવાસીઓ કચ્છમાંયે સુરક્ષાનું દાન કરે, બોર્ડર સીલ કરવા સહિતના પ્રશ્નો ઉઠાવ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer