21 દિ''ની બાળકી સહિત વધુ ત્રણ પોઝિટિવ દર્દી

21 દિ''ની બાળકી સહિત વધુ ત્રણ પોઝિટિવ દર્દી
ભુજ, તા. 22 : કોરોના વાયરસથી ભારત બંધ થયું તે 22મી માર્ચને આજે બે મહિના થયા, કચ્છમાં આ 60 દિવસ દરમ્યાન 65 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે શુક્રવારે ત્રણ પોઝિટિવ કેસ જાહેર કરાયા છે તે ત્રણેય પૂર્વ કચ્છના છે. વીતેલા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસનો આંક ક્રમશ: ઘટતો જાય છે. ટેસ્ટ પણ ઘટી ગયા છે અને વિગતવાર માહિતી પણ સાવ નહિવત ધોરણે જ અપાય છે. ભચાઉ તાલુકાના જૂના કટારિયાની 21 દિવસની નવજાત બાળકીનો પોઝિટિવ આવ્યો છે. તેની માતા તા. 19મીથી કોરોનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આદિપુરની હરિૐ કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. આ બાળકી પણ માતા સાથે જ હોસ્પિટલમાં છે. આ બાળકી અને માતાની હિસ્ટ્રી મુંબઇની છે. બીજો પોઝિટિવ કેસ રાપર તાલુકાના સેલારીના 38 વર્ષીય યુવાનનો અને ત્રીજો અંજાર તાલુકાના જૂની દુધઇના 33 વર્ષના યુવકનો છે. પૂર્વ કચ્છના કોરોના પોઝિટિવ દર્દીઓને હરિૐ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઇ રહી છે તેથી સેલારી અને જૂની દુધઇના કેસ પણ રાત સુધી ત્યાં રિફર કરાય તેવી સંભાવના સત્તાવાર સૂત્રો દ્વારા વ્યક્ત કરાઇ હતી. હરિૐ કોવિડ હોસ્પિટલમાં 35 કોરોના પોઝિટિવ દાખલ હતા તેમાંથી આજે છ સ્વસ્થ થતાં રજા અપાઇ અને બે ઉમેરાશે તો 31 થશે. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી સાંજે ભચાઉની મુલાકાતે હેવાની માહિતી મળી હતી. આ અગાઉ રાજ્યના કચ્છનો હવાલો સંભાળતા ઝોનલ અધિકારી ડો. રોહિત ડોડિયા પણ ભચાઉની મુલાકાતે આવી ચૂક્યા છે અને ભચાઉમાં કોવિડહોસ્પિટલ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ભચાઉ તાલુકાના કન્ટેઈન્મેન્ટ ઝોનની મુલાકાતે કલેક્ટર જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.એ શુક્રવારે ભચાઉ તાલુકાના વોંધ, સામખિયાળી, આધોઇ, ઘરાણા અને ચોપડવા પોઝિટિવ કેસવાળા ગામોના કન્ટેઇન્મેન્ટ ઝોનની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને પ્રાંત અધિકારી, ભચાઉ ટીડીઓ, ટીએચઓ અને તબીબી ટીમ સાથે લીધી હતી.એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પાસે સેનિટાઇઝ કરવા, ક્રીનિંગ કરવા તેમજ જાહેરનામાના ચુસ્તપણે અમલ કરવા સૂચના આપી હતી.   
    માહિતી લીક થતી હોવાથી જેટલી આવે છે તેટલી આપી દેવાય છે  ભુજ, તા. 22 : કોરોનાના કેસો સંદર્ભે અપાતી માહિતી ટૂંકાવી નખાતી હોવાના કારણ અંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીને પૂછતાં તેમણે જણાવ્યું કે જેટલી આવે છે તે આપી દેવાય છે. જો વધુ વિગતો આપવા પૂછપરછ કરવામાં સમય લગાડીએ તો લીક થઇ જાય છે. આ કારણે ઝઘડા થાય છે તેથી પ્રાપ્ત માહિતી આપી દેવાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer