ભચાઉમાં બિઝનેસ પાર્ક બનાવવા સીએમને રજૂઆત

ભચાઉમાં બિઝનેસ પાર્ક બનાવવા સીએમને રજૂઆત
અઝીમ શેખ દ્વારા-  ભચાઉ, તા. 22 : આજે અહીં મુખ્યમંત્રી વિજયભાઇ?રૂપાણી સમક્ષ સુધરાઇ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ ગાર્મેન્ટસ મેન્યુફેકચરિંગ વર્કર, વેલ્ફેર એસો. વતી ભચાઉમાં બિઝનેસ પાર્ક બનાવીને રોજગારીની તકો તેમજ સરકારની યોજનાનો લાભ આપવા રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે જનતાના સહયોગથી કચ્છને સવાયું સિંગાપોર બનાવાના સપનાને સાકાર કરવાનું જણાવ્યું હતું. તેમણે વિશ્વમાં વસતા સમગ્ર વાગડવાસીઓને વિનંતી કરે છે કે ચાલો, વતનને વિકસાવીએ, સરકારનો તમને સદા સહયોગ રહેશે.અનિલભાઇ ગામી દ્વારા ઓનલાઇન ફીડફોર્મની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ભચાઉ સામખિયાળી વચ્ચે બિઝનેસ પાર્ક બનાવવાની પહેલ કરવા ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાની આગેવાની હેઠળ અનિલભાઇ ગામી, ગાર્મેન્ટ મેન્યુફેકરિંગના અગ્રણી વેપારીઓ, બહારગામ વસતા ગાર્મેન્ટ મેન્યુફેકચરિંગના કામકાજ કરતા તમામ વેપારીઓને એકસાથે જોડાવવા ઓનલાઇન http://www.formlets.com/forms/RdOGgDG54anmNcON/  ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વેપારીઓ પાસે પોતાના નામ, સરનામા, ધંધાની     વિગત સાથે ફીડબેક ફોર્મ ભરવા જણાવ્યું હતું. ટૂંક સમયમાં 1540 વેપારી  બિઝનેસ પાર્ક બનાવવાની પહેલમાં જોડાયા છે. અંદાજે 20000થી વધુ વેપારી ગાર્મેન્ટ બિઝનેસ સાથે જોડાયેલા છે. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભુજ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણાસિંહ સોઢા, ભાજપ અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી, અરજણભાઇ?રબારી, મહેન્દ્રભાઇ?ત્રિવેદી, વાઘજીભાઇ?છાંગા, કલેક્ટર પ્રવીણા ડી.કે., પરીક્ષિતા રાઠોડ, હિતેશભાઈ ખંડોર, શાકભાજીના વેપારી વિશનજી પ્રજાપતિ, હીરાભાઇ?મેરિયા, રામુબેન રબારી હાજર રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer