કોરોનાના દર્દીની સારવાર કરી નૈતિક ફરજ બજાવતા કોઠારાના યુવા તબીબ

કોરોનાના દર્દીની સારવાર કરી નૈતિક ફરજ બજાવતા કોઠારાના યુવા તબીબ
મંગવાણા, તા. 22 : મૂળ અબડાસા તા.ના કોઠારા ગામના ડો. મીત પ્રકાશભાઈ દળગા હાલે વી.એસ. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી ગુજરાત રાજ્યની આધુનિક સગવડોવાળી એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સારવારમાં નૈતિક ફરજ બજાવી રહ્યા છે. પાયાનું શિક્ષણ નખત્રાણા ત્યારબાદ ભુજ ખાતે સાયન્સનું શિક્ષણ મેળવનારા ડો. મીત એમ.એસ. (જનરલ સર્જન) પાલડી અમદાવાદ ખાતેની ગુજરાતની પ્રખ્યાત વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ખાતેની મેડિકલ કોલેજમાંથી  એમ.એસ.ની ડિગ્રી મેળવી હતી. અમદાવાદ ખાતેની એલ.જી. મેડિકલ કોલેજમાંથી ઉચ્ચ ગુણ સાથે એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી ચાલુ ઈન્ટર્નશિપ દરમ્યાન જ નિટ પી.જી.ની પરીક્ષા આપી કોલેજમાં પ્રથમ ક્રમાંકે પાસ થયા હતા. ભુજની વી.ડી. હાઈસ્કૂલમાં ધો. 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં 92 ટકા મેળવી દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો તેમજ ગુજકેટમાં પણ કચ્છમાં ઉચ્ચ રેન્ક સાથે પાસ કરી અમદાવાદ ખાતે એડમિશન મેળવ્યું હતું. શિક્ષકો, માતા-પિતાની પ્રેરણાથી સખત મહેનત સાથે ડો. મીતે ડિગ્રી હાંસલ કરી પરિવાર, શાળા-કોલેજ, મિત્રવર્તુળ સાથે ગામનું નામ રોશન કર્યું હતું. તેઓ ઉમિયા માતાજી સંસ્થા (વાંઢાય)ના મહામંત્રી બાબુભાઈ ચોપડા (જિયાપર)ના સાળાના પુત્ર છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer