સલારીમાં પોઝિટિવ કેસથી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર

સલારીમાં પોઝિટિવ કેસથી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર
રાપર, તા. 22 : કચ્છમાં કોરોના પોઝિટિવ કેસમાં રાપર તાલુકો અલિપ્ત રહ્યો હતો ત્યારે તાલુકાના ગાગોદર, પ્રાગપર અને હવે સલારીમાં મુંબઇથી આવેલા હોમ ક્વોરેન્ટાઇન થયેલા લોકોમાં કોરોના પોઝિટિવ કેસ નીકળતાં અને મુંબઇ સંક્રમણના લીધે કેસ બહાર આવતાં લોકોમાં ભારે ચિંતા વ્યાપી છે. આજે રાપર તાલુકાના સલારી ગામે પોઝિટિવ કેસ બહાર આવ્યો હતો. મુંબઇથી આવેલા પુરુષનો પોઝિટિવ કેસ બહાર આવ્યો હતો. આજે તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૌલ, ડો. નયનાબેન ડોડિયા, ડો. ધારાબેન સરવૈયા, ગીતાબેન દેસાઇ, પલકબેન પંચાલ, જિજ્ઞેશ પટેલ, કમલેશ ચૌધરી, વિરમ પરમાર, ચિરાગ પરમાર, આગેવાન ભચુભાઇ રાવરિયા, તલાટી બળદેવ પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. વસાવા વિગેરે દોડી આવ્યા હતા અને સલારી ગામને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું હતું. દર્દીને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેમની સાથેની નવ વ્યક્તિને કોરોના સંક્રમણના લક્ષણો છે કે નહીં તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ?ધરવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer