જૂની દુધઇમાં કોરોનાના પોઝિટિવ કેસે સર્જ્યો ઉચાટ

જૂની દુધઇમાં કોરોનાના પોઝિટિવ કેસે સર્જ્યો ઉચાટ
નવી દુધઇ, તા. 22 : અંજાર તાલુકાના જૂની દુધઇમાં 33 વર્ષીય યુવકનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય સાથે પોલીસ તંત્ર જૂની દુધઇ દોડી ગયું હતું. પોઝિટિવ કેસના પગલે ગામમાં ઉચાટ છવાયો હતો. 33 વર્ષીય યુવક મુંબઇના પવઇ હીરાનંદાની વિસ્તારમાંથી 12/5ના દુધઇ આવ્યો હતો. પરિવારના 11 સભ્યો તે જ દિવસે હોમ ક્વોરેન્ટાઇન થયા હતા.  15 મેના અન્ય 3 વ્યકિત હોમ ક્વોરેન્ટાઇન થઈ હતી. આ યુવકનું તા. 19ના આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાંધીધામથી  સ્પેશિયલ એમ્બ્યુલન્સ દ્વારા 17 વ્યકિતને ગાંધીધામ લિલાશામાં સંક્રમિતના આધારે  ત્યાં રાખવામાં આવશે, જ્યારે પોઝિટિવ દર્દીને હરિૐ હોસ્પિટલ લઇ જવાયો છે. દુધઇમાં  40થી 50 વ્યકિતઓ  મુંબઇથી આવી છે. જૂની દુધઇ, નવી દુધઇ, 1/5/20થી 22/5/20 સુધી 617 વ્યકિત મુંબઇ, ચેન્નઇથી અહીં આવી હોમ ક્વોરેન્ટાઇન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તંત્ર દ્વારા કન્ટઇનમેન્ટ જાહેર કરવાની તજવીજ હાથ?ધરાઇ?હતી. આરોગ્ય ટીમના હેલ્થ ઓફિસર શ્રી અંજારિયા, પીએચસી મેડિકલ ઓફિસર પ્રિયંકાબેન, તાલુકા વિકાસ અધિકારી એ. જી. દેસાઇ, સરપંચ, ઉપસરપંચ, પંચાયતની ટીમ સાથે દુધઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી માજીરાણા સહિતે તપાસ આદરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer