કોડાયના એસ.જી.જે. ગ્રુપ દ્વારા હેન્ડ સેનિટાઇઝર મશીન અર્પણ

કોડાયના એસ.જી.જે. ગ્રુપ દ્વારા હેન્ડ સેનિટાઇઝર મશીન અર્પણ
કોડાય (તા. માંડવી), તા. 22 : અહીંની શૈક્ષણિક સંસ્થા એસજીજે ગ્રુપ સ્વામિનારાયણ ગુરુકુળ કોડાય પુલ (માંડવી)ના સહયોગે સરકારી કચેરીઓ, નગરપાલિકા અને પોલીસ સ્ટેશનમાં હેન્ડ સેનિટાઇઝર મશીનનું નિ:શુલ્કપણે વિતરણ કરાયું હતું. સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત ધર્મનંદનદાસજીના આશીર્વાદ તેમજ પ્રેરણાથી સ્વામિનારાયણ ગુરુકુળ-કોડાયના પ્રયાસો તેમજ યજમાન વાલજીભાઇ પ્રેમજી રાજાણીના સાથ-સહકારથી એસજીજે પ્રમુખ કોડાય ગુરુકુળ દ્વારા હેન્ડ સેનિટાઇઝર મશીન જે ટીએફઆર એનજીઓ દ્વારા લોકહિત માટે બનાવામાં આવ્યું છે, તેનું વિતરણ સ્વામિનારાયણ સર્વોદય ટ્રસ્ટ કોડાયપુલ એસજીજે ગ્રુપના સેક્રેટરી તેમજ સંચાલક શા. સ્વામી કૃષ્ણજીવનદાસજી દ્વારા  એક્સિસ બેન્કના મેનેજરના હસ્તે મામલતદર કચેરી, પોલીસ અને નગરપાલિકામાં વિતરણ કરાયું હતું. આવા મશીનો અન્ય સરકારી સંસ્થાઓમાં પણ?નિ:શુલ્કપણે વિતરણ કરાશે. ગ્રુપના ડિરેક્ટર બીનુ બી. પિલ્લાઇએ જણાવ્યું હતું કે, ઇનોવેશનથી જ આગળનું જીવન સરળ બની શકે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer