ગાંધીધામ રેલવે સ્ટેશને બુકિંગ શરૂ પણ કોઈએ ટિકિટ ન લીધી

ગાંધીધામ, તા. 22 : કોરોના વાયરસના સંક્રમણને ડામવા દેશવ્યાપી લોકડાઉનના ચોથા તબક્કામાં રેલવે વ્યવહાર ધીમે ધીમે પાટે ચડાવાઈ રહ્યો છે. આજથી  મોટા રેલવે મથકોમાં રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરવા નિર્ણય લેવાતાં ગાંધીધામ ખાતે કાઉન્ટર કાર્યરત કરાયું હતું. જો કે આજે એક પણ રૂપિયાની આવક થઈ ન હતી. હાલ તો  ગાંધીધામ અને ભુજ રેલવે સ્ટેશન ખાતેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનનો ધમધમાટ છે. રેલવે પ્રશાસન દ્વારા આગામી તા. 1 જૂનથી 100 ગાડી દોડાવવામાં આવી રહી છે. જો કે તેમાં કચ્છની એક પણ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ નથી કરાયો, પરંતુ અમદાવાદથી  દેશના બીજા રાજયોમાં જતી ટ્રેન દોડાવાશે. આ ટ્રેનોનું બૂકિંગ આજથી ગાંધીધામ  રેલવે સ્ટેશને  શરૂ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ખાતે એક   કાઉન્ટર કાર્યરત કરાયું છે અને પૂછપરછ સહિતની વિગતો  પ્રવાસીઓને મળતી રહે  તે માટે ઓપરેટર ઉપરાંત  અન્ય બે  ત્રણ જણાને  ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે. આમ અઢી મહિના બાદ રિઝર્વેશન કાઉન્ટર શરૂ થયું હતું. રીફંડ માટેની પૂછપરછ  વ્યાપક થઈ હતી. પરંતુ બૂકિંગ એક પણ ટ્રેનનું થયું ન હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer