અમ્ફાન પીડિત બંગાળ-ઓરિસ્સાને 1500 કરોડ

બસીરહાટ, તા. 22: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 83 દિવસ બાદ શુક્રવારે દિલ્હીથી બહાર નીકળ્યા હતા. ખતરનાક `અમ્ફાન' ચક્રવાતથી અસરગ્રસ્ત પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની સ્થિતિનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાને બંગાળ માટે એક હજાર કરોડ અને ઓરિસ્સા માટે 500 કરોડની આગોતરી સહાયની ઘોષણા કરી હતી. આ એલાન બાદ આક્રોશ દર્શાવતાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, `અમ્ફાન'થી નુકસાન તો એક લાખ?કરોડનું થયું છે અને કેન્દ્ર પર પહેલાંથી અમારા 56 હજાર કરોડ રૂપિયા બાકી છે ત્યારે વડાપ્રધાને માત્ર?એક હજાર કરોડ?ફાળવ્યા છે. બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી  ઓરિસ્સાને 1500 કરોડ મમતા બેનર્જી સાથે હવાઇ સર્વેક્ષણ પછી એક બેઠકમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મોદીએ વડાપ્રધાન રાહત ભંડોળમાંથી પ્રત્યેક મૃતકના પરિવારને બે લાખ અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાની સહાયની ઘોષણા કરી હતી. બસીરહાટમાં બેઠક બાદ કોરોના સંકટ સામે લડવાની સમાંતરે `અમ્ફાન'ના રૂપમાં કુદરતના કોપ સામે લડવા માટે મુખ્યપ્રધાને રાજ્ય સરકારને પ્રેરિત કરવા માટે કરેલા પ્રયાસો પ્રશંસનીય છે તેવું કહેતાં વડાપ્રધાને મમતાની પ્રશંસા કરી હતી. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ એક વીડિયો સંદેશમાં મોદીએ કહ્યું હતું કે, રાજ્યમાં ઘરો ઉપરાંત કૃષિ, વીજળી સહિત અન્ય વિવિધ?ક્ષેત્રોને થયેલા નુકસાનનું વિગતવાર સર્વેક્ષણ કરાશે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નેતૃત્વ તળે પશ્ચિમ બંગાળ કટોકટીની પરિસ્થિતિ સામે મજબૂત રીતે લડી રહ્યું છે અને આ કપરા કાળમાં સમગ્ર દેશ તેમજ કેન્દ્ર સરકાર બંગાળના લોકોની સાથે છે તેવું મોદીએ ઉમેર્યું હતું. બંગાળ બાદ તરત ઓરિસ્સા પહોંચેલા વડાપ્રધાને ત્યાં પણ હવાઇ નિરીક્ષણ કર્યા બાદ સમીક્ષા બેઠક યોજીને અમ્ફાન પીડિત ઓરિસ્સા માટે 500 કરોડની સહાયનું એલાન કર્યું હતું. સમાંતરે ઓરિસ્સામાં મૃતકોના પરિજનો માટે બે-બે લાખ અને ઘાયલો માટે 50-50 હજાર રૂપિયાના વળતરની ઘોષણા પણ મોદીએ કરી હતી. સમીક્ષા બેઠકમાં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક તેમજ કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપચંદ્ર સારંગીની ઉપસ્થિતિ વચ્ચે વડાપ્રધાને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઓરિસ્સાને આફતમાંથી ઉગરવા માટે તમામ પ્રકારે મદદ કરશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer