`કોરોના પેકેજ દેશની ક્રૂર મજાક''

આનંદ કે. વ્યાસ તરફથી-  નવી દિલ્હી, તા. 22 :?દેશમાં કોરોના વાયરસ અને અમ્ફાન ચક્રવાતના સંકટો વચ્ચે વિપક્ષોની પહેલી ઓનલાઇન બેઠક શુક્રવારે યોજાઇ હતી જેમાં તમામ વિપક્ષોએ અમ્ફાનને `રાષ્ટ્રીય આફત' ઘોષિત કરવાની માંગ કરી હતી, તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 22 વિપક્ષી નેતાઓની બેઠકને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધતાં 20 લાખ કરોડના વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જાહેર કરેલાં પેકેજને `દેશની ક્રૂર મજાક' ગણાવી હતી.આ બેઠકને સંબોધતાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ લોકડાઉનથી કરોડો લોકોને જબરદસ્ત નુકસાન થયું હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રવાસી શ્રમિકો, કિસાનો, નાના ઉદ્યોગોની મદદ નહીં કરાય, પીડિતોના ખાતામાં 7500 રૂપિયા નાખવા, રાશન આપવું જેવી મદદ નહીં કરાય તો આર્થિક તબાહી આવી જશે. કેન્દ્રની સરકારને ગરીબો પ્રત્યે કોઇ જ કરુણા નથી અને કહેવાતા સુધારાનું જંગલી સાહસ ખેડયું છે. સમગ્ર સત્તા માત્ર એક કચેરી, વડાપ્રધાન કચેરીમાં જ કેન્દ્રિત થઇ ગઇ?છે તેવા પ્રહારો સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યા હતા.દરમ્યાન, 22 વિપક્ષોની બેઠક બાદ શ્રેણીબદ્ધ ટ્વિટ?કરતાં એનસીપી વડા શરદ પવારે કહ્યું હતું કે, આ સમય દેખાડો કરવાનો નથી. વિપક્ષો ઇચ્છે છે કે વડાપ્રધાન તેમની સાથે કોરોનાના ભવિષ્યના પગલાં વિશે સંવાદ કરે.આ બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પૂર્વ વડાપ્રધાન એચ.?ડી. દેવગોવડા, શિવસેના નેતા સંજય રાઉત તેમજ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરી પણ જોડાયા હતા. બેઠકનું સંચાલન કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer