તાપમાં રાહત પણ લૂમાં વધારો

ભુજ, તા. 22 : પવનની વધેલી ગતિના પગલે મહત્તમ પારો એકથી ચાર ડિગ્રી જેટલો પટકાતાં પાછલા ચારેક દિવસથી પ્રખર તાપમાં શેકાતા લોકોને આજે આંશિક રાહત મળી હતી પણ અગનવર્ષા સાથે લૂ ઓકતા ઊની વાયરા ફુંકાવાનું જારી રહ્યું હતું. કંડલા (એ) કેન્દ્રમાં એક ડિગ્રીના ઘટાડા સાથે પારો 43.4 ડિગ્રી નોંધાતાં અંગારા ઓકતી ગરમીનો દોર જારી રહ્યો હતો. જિલ્લા મથક ભુજમાં બે ડિગ્રીના ઘટાડા સાથે પારો 40.6 ડિગ્રીએ અટકતાં બપોરના સમયને બાદ કરતાં તાપમાંથી લોકોને થોડી રાહત મળી હતી. રાપર અને ખાવડામાં બે ડિગ્રીના ઘટાડા સાથે પારો 40?ડિગ્રીએ અટકયો હતો.નલિયા-કંડલા પોર્ટમાં તાપમાન અનુક્રમે 36 અને 39?ડિગ્રી નોંધાયું હતું. રાહતરૂપ બાબત એ રહી કે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી નથી ઉલ્ટાનું બે દિવસ બાદ પારો ગગડવા સાથે લોકોને રાહત મળવાની શક્યતા દર્શાવાઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer