કચ્છ માટે ઉપયોગી હાઇ કન્ટુર સ્ટોરેજ લિન્ક કામો પૂર્ણ કરવાની રજૂઆત

ભુજ, તા. 22 : કચ્છ જિલ્લા માટે ઉપયોગી થઇ શકે તેવી હાઇ?કન્ટુર સ્ટોરેજ લિન્ક કેનાલનાં કામો પૂરાં કરવાનું આયોજન ગોઠવવા ઉપરાંત બન્ની જળાશય યોજનાઓનાં કામોના તથા દુધઇ સબ બ્રાન્ચ કેનાલનાં અધૂરાં કામો પૂર્ણ કરવા માટેનાં ટેન્ડરો બહાર પાડવા મુખ્યમંત્રીને ભુજના ધારાસભ્યે પત્ર દ્વારા રજૂઆત કરી છે. ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, કચ્છ માટે ચોમાસાનાં વધારાનાં પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરવા વિવિધ સાત લિન્કની કેનાલનાં કામોનું આયોજન આવકાર્ય છે. સાત લિન્ક કેનાલ પૈકી દુધઇ સબ બ્રાન્ચ કેનાલ આધારિત બન્ની જળાશય યોજનાનાં કામો પૂર્ણ કરી બન્નીમાં 1,42,890 એકર જમીનમાં ઘાસનું વાવેતર કરી કચ્છ જિલ્લાને ઘાસના પ્રાણપ્રશ્નનો કાયમી ઇલાજ કરવાનું આયોજન કચ્છને ઘાસ માટે સ્વનિર્ભર બનાવવાનો રામબાણ ઇલાજ તરીકે કારગત નીવડશે. વધુમાં ડેમ આધારિત હાઇ?કન્ટુર સ્ટોરેજ લિન્ક કેનાલની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તો સમગ્ર કચ્છને ઉપયોગી થાય તેવી યોજના બની શકે તેમ છે. આ યોજનાથી અંજાર તાલુકાના સતાપર ડેમ, રતનાલ ડેમ, ભુજ તાલુકાના એડમન્ડ ડેમ, જામારા ડેમ જેવા અન્ય ડેમોમાં નર્મદાનાં વધારાનાં પાણી ભરી શકાય તેમ છે તેમજ આ વિસ્તારમાં રેહા મોટા, રિઝર્વર બનાવી આશરે 2900 હેક્ટરમાં ભારાપર ઇરિગેશન સ્કિમ બનાવી આશરે 22580 હેક્ટરમાં અને એડમન્ડ તથા જામારા ડેમને જોડી આશરે 17000 હેક્ટરમાં સિંચાઇનું આયોજન કરી શકાય તેમ છે. આ ત્રણેય યોજનાઓ તૈયાર કરી એક મિલિયન એકર ફિટ પાણીનો સર્વે અને એસ્ટિમેટ બનાવનાર કંપનીએ પ્રાથમિક સર્વે કર્યો છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કચ્છને ફાળવેલી એક મિલિયન એકર ફિટ પાણીની વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે સૌપ્રથમ દુધઇ સબ બ્રાન્ચ કેનાલ માટે ફાળવણી કરાઇ?છે. તેમાંથી બન્ની વિસ્તારમાં આશરે 1.42  લાખ એકરમાં ઘાસનું વાવેતર સફળ?થઇ શકશે તેમજ દુધઇ સબ બ્રાન્ચ કેનાલનાં ટેન્ડર પણ તત્કાળ બહાર પાડવાં જોઇએ. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer