ભવાનીપુરના શખ્સે ફેસબુકમાં કરેલાં લખાણ અંગે ગુનો દર્જ

ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાના ધમડકા નજીક આવેલા ભવાનીપુર ગામના એક શખ્સે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર મુસ્લિમ સમાજ વિરુદ્ધ પોસ્ટ કરતાં પોલીસે ફરિયાદ નોંધી આ શખ્સની ધરપકડ કરી હતી. દુધઇ પોલીસે ભવાનીપુર ગામના શક્તિસિંહ લક્ષ્મણસિંહ સોઢા નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ગાંધીનગર ઇન્ટેલિજન્સ કન્ટ્રોલરૂમ તરફથી દુધઇ પોલીસને એક સંદેશો આવ્યો હતો, જેમાં આ શખ્સ શકિતસિંહે ફેસબુક ઉપર ખરાબ લખાણ લખેલું હોવાનું અને આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ શખ્સે મુસ્લિમ સમાજને ઉતારી પાડવા અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તથા મુસ્લિમ સમાજની  લાગણી દુભાય તેવી પોસ્ટ ફેસબુક ઉપર નાખી હતી.હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીના સંવેદનશીલ માહોલમાં ફેસબુક ઉપર મુસ્લિમ વિરોધી તથા ખોટી અફવા ફેલાવનારા આ શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો, તેમજ આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer