વોંધમાં રહેણાક મકાનમાંથી પોલીસે દારૂનો જથ્થો પકડયો

ગાંધીધામ, તા 22 : ભચાઉ તાલુકાના વોંધ?ગામમાં આવેલા એક મકાનમાંથી સ્થાનિક ગુનાશોધક શાખાએ રૂા. 32,064નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો પરંતુ દારૂ રાખનારો આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો.પૂર્વ કચ્છ એલ.સી.બી. ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન વોંધ ગામના કુંભારવાસમાં રહેતો દિનેશ?ઉર્ફે બાબુ રવજી વોરા (પટેલ) નામનો શખ્સ દારૂ?વેચતો હોવાની પૂર્વબાતમી આ ટીમને મળી હતી. આ ટીમે બે પંચ બોલાવી તેમને લઇ બાતમીવાળી જગ્યાએ ટીમ પહોંચી હતી. વોંધના કુંભારવાસમાં રહેનારા દિનેશ પટેલના મકાનનો મુખ્ય દરવાજો ખુલ્યો હતો. પોલીસ આવતી હોવાની તેને ગંધ આવી જતાં પોતાના ઘરના દરવાજા ખુલ્લા છોડી આ શખ્સ નાસી ગયો હતો. આ મકાનના પાછળના રૂમમાં જઇ પોલીસે તપાસ હાથ?ધરી હતી. પેટીપલંગ ખોલીને જોતાં તેમાંથી શરાબની પેટીઓ નીકળી પડી હતી. આ મકાનમાંથી એન્ટીકૂટી બ્લુ અલ્ફા પ્રીમિયમ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓન્લી 750 એમએલની બોટલ 28 તથા કારલીંગ સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર ફોર સેલ ઇન પંજાબ ઓન્લી 650 એમએલની 20 બોટલ એમ કુલ રૂા. 32,064નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. નાસી જનારો આ શખ્સ પોલીસના હાથમાં આવે પછી જ તેણે ક્યાંથી અને કેવી રીતે આ દારૂ?મંગાવ્યો હતો તે સહિતની વિગતો બહાર આવે તેમ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer