સંઘડમાં ત્યજી દેવાયેલું મૃત બાળક મળતાં ચકચાર

ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાના સંઘડ ગામમાં તાજું જન્મેલું ત્યજી દેવાયેલું મૃત બાળક મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.સંઘડ ગામમાં બજાર તરફના ભાગે પથ્થરની દીવાલ પાસે ડી-પી-10/20 લખેલ ટેલિફોનના થાંભલાની દક્ષિણ બાજુએ આ બાળક મળ્યું હતું. મૃત અને ત્યજી દેવાયેલું આ બાળક મળી આવતાં ગામના લોકો ટોળે વળ્યા હતા. કોઈ અજાણી ત્રી આ બાળકને જન્મ આપી તેને અહીં ફેંકી ગઈ હતી. પોતાનું પાપ છુપાવવા આવું કૃત્ય કરનારી અજાણી મહિલા વિરુદ્ધ ગામના શંભુ રાઘુ આહીરે કંડલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આગળની તપાસ પોલીસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer