પૂર્વ કચ્છમાં વેપાર -ધંધાનો ઘટાડાયેલો સમય વધારવા સંગઠનોની રજૂઆત

ગાંધીધામ, તા. 21 : કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનનો ચોથો તબકકો ચાલી રહ્યો છે. આ તબકકામાં સરકાર ધ્વારા દુકાનો અને ઓફિસ ખોલવા માટેની સમયની અવધિમાં  ઘટાડો કરાતાં અંજાર-ગાંધીધામની વિવિધ વેપારી સંસ્થાઓએ વિરોધ નોંધાવી આ મુદે પુન:વિચારણા કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી.  કચ્છ બુલીયન ફેડરેશનના પ્રમુખ મનસુખભાઈ કોડરાણીએ મુખ્યમંત્રીને  રજૂઆત કરતા કહ્યંy હતું કે લોકડાઉન -3 દરમિયાન  વેપારીવર્ગને સવારે 7 થી  સાંજે 7 વાગ્યા સુધી ધંધા રોજગાર માટે છૂટછાટ અપાઈ હતી. જેથી  અહીંના વેપારીઓએ પોતાના ધંધા રોજગારને પુન:જીવિત કરવા તૈયારીઓ કરી લીધી હતી.  પરંતુ લોકડાઉન 4ના નવા રૂપરંગ સાથે આવેલા સમયને લઈ વાણિજય પ્રવૃત્તિને  વેગ   મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ઉનાળાના દિવસોમાં બપોરના સમયે બજારો સૂમસામ થઈ જાય છે. આ સ્થિતિને ધ્યાને રાખીને સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી ધંધા રોજગારને ખુલ્લા રાખવા દેવા તેમણે માંગ કરી હતી.આ નિર્ણય  સંદર્ભે પુન:વિચાર કરવા તેમણે કહ્યંy હતું.  દરમ્યાન અંજારની અગ્રણી વેપારી સંસ્થાના પ્રમુખ  શિરીષ હરિયાએ  પણ આ મુદે  મુખ્યમંત્રીને લેખિત રજૂઆત  કરી હતી. તેમણે કહ્યંy હતું કે લોકડાઉન-4માં   વેપાર  અને ધંધાનો સમય સવારે  8થી સાંજે 4 વાગ્યા સુધી રાખવાના નિર્ણયને પગલે કચ્છભરમાં  વેપારી આલમમાં નારાજગી છવાઈ છે. સમય ફેરફારના નિર્ણયથી વેપારી વર્ગને મોટું નુકસાન થશે. સમયમાં ઘટાડો થતા અંજારમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં   ખરીદી  અર્થે આવે છે. પરિણામે  સામાજિક અંતર  જળવાશે નહીં. આ સંજોગોમાં ઓડ-ઈવન  પ્રથાનો  કોઈ હેતુ રહેતો નથી. સરકાર ધ્વારા જનજીવન સામાન્ય બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે વેપાર  અને ધંધાનો સમય સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી  રાખવા, સામાન્ય અને વેપારીઓ હેરાનગતિ દૂર કરવા ઓડ-ઈવનનો નિયમ રદ  કરવા પત્રમાં સૂચન અપાયુ હતું. ગાંધીધામના વરિષ્ઠ ધારાશાત્રી વી.પી.આલવાણીએ આ જ મુદે રજૂઆત  કરતાં  કહ્યુંy હતું કે  સબ રજીસ્ટાર ઓફિસ સાંજે 5.30 વાગ્યા સુધી  ખુલ્લી રહે છે. અને બપોરે 4 વાગ્યા પછી નોંધણી માટે એપોઈન્ટમેન્ટ અપાય છે. બેન્કો પણ 4 વાગ્યા સુધી  ખુલ્લી રહે છે. વકીલોને દસ્તાવેજની નોંધણી માટે સબ રજીસ્ટ્રાર કચેરીમાં  તથા બેન્ક લોનની કાર્યવાહી પગલે   પેનલ એડવોકેટ દસ્તાવેજોની ચકાસણી કરવા તથા મોર્ગેજ ડીડનું લખાણ કરવાનું હોય છે. ચાર વાગ્યા સુધી કાર્યાલય ખુલ્લું રાખવાની પરવાનગી હોય તો લોકો, બેંક અને વકીલોને અગવડતા થશે. આ સ્થિતિમાં સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધીનો રાખવા દુકાનો અને ઓફિસ ખુલ્લી રાખવા અંગે તેમણે અરજ કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer