જરૂરતમંદ લોકોને રાશનની કિટ આપી મહાવીર જયંતીની અનેરી ઉજવણી

જરૂરતમંદ લોકોને રાશનની કિટ આપી મહાવીર જયંતીની અનેરી ઉજવણી
ભુજ, તા. 8: મહાવીર સ્વામીની જન્મ જયંતીની ઉજવણી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ તથા સર્વ?સેવા સંઘ (કચ્છ) ભુજ દ્વારા 100 જેટલા પરિવારોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું  હતું. ભુજ તાલુકાના કુકમા ફાટક પાસે ભચાઉથી આવેલા 60થી 70 જેટલા વાદી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે તેવી માહિતી સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાને મળતાં તેમણે તાત્કાલિક સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલાને સૂચના આપતાં તથા વર્ધમાનનગર ભુજોડીમાં 30 જેટલા પરિવારોને પણ રાશનની ખાસ જરૂરિયાત હોતાં તેમને પણ દીપકભાઈ લાલન અને પ્રબોધભાઈ મુનવર મારફત અનાજની કિટનું વિતરણ કરાયું હતું.કિટ વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી નરેશભાઈ શાહ, પ્રદીપસિંહ ઝાલા, જગદીશભાઈ વિગેરે જોડાયા હતા. તા. 23/3/2020થી શરૂ થયેલ સતત 14 દિવસ સુધી ઉપરોક્ત બંને સંસ્થાઓના સહયોગથી અત્યાર સુધી 2000થી વધુ અનાજની કિટનું વિતરણ કરાયું છે. વિતરણમાં સંસ્થાના આગેવાનો જિગરભાઈ છેડા, પ્રબોધભાઈ મુનવર, અમિતભાઈ વોરા, રિતેશભાઈ છેડા, હિતેશભાઈ સાવલા ઉપરાંત તેમની ટીમ તથા રિશીભાઈ ઠક્કર, વીરભદ્રસિંહ જાડેજા અને તેમની ટીમ સહયોગી બની રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer