લોકડાઉન સૂનકાર વચ્ચે સેવાની મઘમઘતી સુવાસ

લોકડાઉન સૂનકાર વચ્ચે સેવાની મઘમઘતી સુવાસ
ભુજ, તા. 8 : કોરોના મહામારીના કારણે સર્જાયેલા લોકડાઉનના સૂનકાર વચ્ચે કચ્છમાં વિવિધ સંસ્થાઓની મઘમઘતી સુવાસ ફેલાઇ રહી છે. ભુજની ભાગોળે આવેલી જિલ્લા જેલ પાલારામાં વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં લોકો, સ્ટાફ મિત્રો તથા જેલમાં રહેતા કેદીઓને ઉપયોગી એવા માસ્ક બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કટિંગથી લઇને માસ્ક તૈયાર કરવાના કામ દશેક સિલાઇ મશીન પર પાકાં/કાચાં કામના કેદીઓ સંભાળી રહ્યા છે.જેલ અધીક્ષક ડી. એમ. ગોહેલે જણાવ્યું હતું કે, કેદીઓ દ્વારા અત્યાર સુધી 1100 નંગ માસ્ક તૈયાર થઇને વિતરણ કરવામાં આવ્યાં છે. જરૂરત પ્રમાણે આ કામ ચાલુ રહેશે. જેલની સંખ્યા અને ક્ષમતા પ્રમાણે એક બેરેકમાં 40થી 50 બંદીવાનોને સમાવેશ કરવામાં આવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સોશિયલ અંતર રાખીને બેરેકમાં સંખ્યા ઘટાડીને 20થી 25 ભાઇઓને રાખવાની વ્યવસ્થા કરાઇ?છે. આ ઉપરાંત નગરપાલિકાના અગ્નિશમન દળ વાહન દ્વારા આખાય જેલ પરિસર-સ્ટાફ વસાહતમાં ફોગિંગ અને ડિસઇન્ફેક્ટ-દવા છંટકાવનું કામ નિયમિત રીતે કરાઇ રહ્યું છે. નવી રાવલવાડીમાં જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશનકિટ અને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલ્પેશભાઇ ઠક્કરની આગેવાની હેઠળ સમગ્ર ટીમ દ્વારા નવી રાવલવાડી અને આસપાસના વિસ્તારમાં સતત ત્રણ દિવસ જરૂરિયાતમંદ લોકોના ઘેર જઇને વિતરણ કરવામાં આવ્યું હતું. હિંમતભાઇ ગણાત્રા, મનોજભાઇ, હરેશભાઇ, અમૂલભાઇ, પરેશભાઇ, પાર્થભાઇ, ભાવિકભાઇ, હરેન્દ્રભાઇ, જિગરભાઇ, યોગેશભાઇ, મિતભાઇ, જયભાઇ, વિશાલભાઇ, રાજેશભાઇ, હેમંતભાઇ તથા સમગ્ર ટીમે સેવા આપી હતી. રઘુવીર સેના દ્વારા કોરોનાના રોગચાળાને પગલે સરકાર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવતાં પરપ્રાંતીયો માટે વિકટ?પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે આવા પરપ્રાંતીયો માટે ગણેશનગર ખાતે કુમારશાળામાં નાના બાળકો, બહેનો તેમજ ભાઇઓને આશરો આપવામાં આવ્યો છે. સંસ્થાના પ્રમુખ મયંકભાઇ રૂપારેલ દ્વારા જ્યાં સુધી જરૂરત છે ત્યાં સુધી રોજ સવારે ચા-નાસ્તાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારે અલ્પાહાર માટે રામ-રોટી હસ્તક લીલાધરભાઇ ઠક્કર તરફથી સહયોગ મળ્યો છે. આ કાર્ય માટે સામાજિક કાર્યકર મિતેશ એચ. શાહ તેમજ રાજેશભાઇ અબોટી, શંકરભાઇ દરજી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. નારાણપર (રાવરી) (તા. ભુજ)  રાધાકૃષ્ણ મંદિર તરફથી ગરીબોને પ્રમુખ મનજીભાઇ હીરજી સેંઘાણી તથા ટ્રસ્ટીઓ અને કાર્યકર મિત્રોના સહયોગથી રાશનકિટ વિતરણ કરવામાં આવી હતી. ગાંધીધામ :  જે.એચ.પી. પટેલ કોન્ટ્રાક્ટર્સ એન્ડ ઇન્જિનીયર્સ કંપની દ્વારા લોકડાઉનમાં ગરીબ લોકો ભૂખ્યા ન રહે તે માટે 40 હજાર જેટલા ફૂડ પેકેટનું ખાવડા, બન્ની, મુંદરા જેવા દુર્ગમ વિસ્તારોમાં વિતરણ કરાયું હતું. સુંદરપુરી વિસ્તારમાં નગરપાલિકાના વિપક્ષી નેતા અજિતભાઇ ચાવડા તરફથી દરરોજ બપોરે 450-500 અને રાત્રે 500-550 ગરીબ વ્યક્તિને ભોજન આપવામાં આવે છે. કાર્યકર્તા ઇકબાલભાઇ મિયાણા, દિનેશભાઇ પરમાર, જયંતી રાજાભાઇ, શંકર ગોબર, સતીશભાઇ પરમાર, મોતીભાઇ?મકવાણા, રાજન ગોસ્વામી, યુવરાજ શ્રીવાસ્તવ, માલાભાઇ રબારી, નીલેશભાઇ મકવાણા જહેમત ઉઠાવી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા વિવિધ?જગ્યાએ ફરજ બજાવતા પોલીસ મિત્રો, હોમગાર્ડ તથા મેડિકલ સેવા આપતો સ્ટાફ તેમજ ગરીબ લોકોને સવાર-બપોરે અને રાત્રે ચા-પાણી તેમજ લીંબુ-સરબત તેમજ 500 જેટલા માસ્કનું વિતરણ કરાયું હતું. જિલ્લા પ્રદાધિકારી ધરમશીભાઇ મશુરિયા, જગદીશભાઇ મિલનભાઇ ગામોટ, વિવેકભાઇ રાવલ, ધરમશીભાઇ યાદવ વિગેરે સેવા આપી રહ્યા છે.અંજાર : અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના નેજા હેઠળ અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને રાહત સ્વરૂપે રાશનકિટ અને સલામતી કિટનું પી.જી.વી.સી.એલ.ના પાયાના કર્મચારીઓ લાઇન સ્ટાફ?હસ્તક અંજારના નજીકના ગામોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. અંજાર વર્તુળ કચેરીના વડા શ્રી ગુરવા, યુનિયનના હોદ્દેદારો, ઓફિસ સ્ટાફ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેવા કાર્ય આયોજનમાં ગોપાલભાઇ?માતા, વિક્રમભાઇ?આહીર, બી. કે. મહેશ્વરી, રણછોડભાઇ?છાંગા, જેઠાલાલ ભાવસાર, મહાવીરસિંહ જાડેજા, સુતરિયાભાઇ, શ્રી જુલાભાઇ વગેરે જોડાયા હતા. રામકૃષ્ણ મિશન રામકૃષ્ણ શારદા સેવાશ્રમ ટ્રસ્ટ પ્રેરિત મા શારદા સખી મંડળના ભાવનાબેન જોષી, મનીષાબેન ચાવડા, ભારતીબેન ચાવડા તથા પ્રવીણાબેન દરજીના સહયોગથી 900 જેટલા કોટન માસ્ક તૈયાર કરવામાં આવ્યા હતા જેનું સ્લમ વિસ્તારમાં તથા રાશનકાર્ડની દુકાન ઉપર આવેલ રાશનના લાભાર્થીઓને વિતરણ તથા જરૂરતમંદોને કેન્દ્ર તરફથી ફૂડ પેકેટનું તથા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં સંસ્થાના પ્રમુખ નયનાબેન ભટ્ટ, સુધાબેન દવે, મગનભાઇ કન્નડ, જીતુભાઇ દવે, કૌશિક શાહ, સુરેશભાઇ છાયા, દિલીપભાઇ છાયા, અશ્વિનભાઇ બારોટ, તેજપાલભાઇ લોચાણી, નિકુંજભાઇ ઠક્કર, માવજીભાઇ સોરઠિયા સહયોગી થયા હતા. ગઢશીશા : પોલીસ ઇન્સ્પેક્ટર આર. ડી. ગોજિયા તથા સ્ટાફ પેથાભાઇ સોધમ, સાગરભાઇ દેસાઇ, મનીષ?ગઢવી, લક્ષ્મણ ગઢવી, ગૌતમ રાઠોડ વગેરેએ બાયઠ આઉટ પોસ્ટ વિસ્તારના બાયઠ, દેઢિયા, હાલાપર, કોટડી મહાદેવપુરી, સાભરાઇ ગામે છૂટક મજૂરીકામ કરતા તેમજ આ ગામની વિધવા મહિલાઓ મળી કુલ 25 જેટલી રાશનકિટનું તેમજ સિનિયર સિટીઝનને જરૂરી દવાનું વિતરણ કર્યું હતું. મુંદરા : તાલુકાના સમાઘોઘા ગામના મા મોગલ ગ્રુપ દ્વારા લોકડાઉનના દિવસથી આજદિન સુધી ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે છે. ગ્રુપના લોકો દ્વારા જ્યાં પણ ભૂખ્યા લોકો દેખાય અથવા ભૂખ્યા લોકોની માહિતી મળે ત્યાં વાહન લઇ અને તેમની જગ્યાએ બેસાડીને જમાડવામાં આવે છે. જેમાં દાતાઓનો ખૂબ જ સહયોગ મળી રહ્યો છે. જિંદાલ ગેટ?નં. 1 પાસે આવેલ કરિયાણાના દુકાનદારો તરફથી અનાજનું દાન આપવામાં આવ્યું છે. હાઇવે પર આવેલી હોટલ રાધેક્રિષ્નના માલિક દ્વારા પોતાની હોટલની જગ્યા સેવા માટે વિનામૂલ્યે આપી છે. માલિક ગજેન્દ્રસિંહ જાડેજા દ્વારા અન્ય સહયોગ મળી રહ્યો છે. પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા, શિવરાજસિંહ જાડેજા, ઉપસરપંચ મહાવીરસિંહ જાડેજા, જયરાજસિંહ સરવૈયા, ધર્મિલભાઇ, અજય રાજગોર સહિતના વ્યવસ્થા સંભાળી રહ્યા છે. કરશનભાઇ?ગઢવી, અનિલ રાજગોર પોતાના વાહનની નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે.સમસ્ત જૈન સમાજ દ્વારા વિશ્વને પ્રેમ, અહિંસા, શાંતિ, કરુણા અને મૈત્રી આદિનો દિવ્ય સંદેશ આપનારા મહાવીર સ્વામી ભગવાનના 2619મા જન્મકલ્યાણ દિનની લોકડાઉનના નિયમોને આધીન રહીને જીવદયાના સેવાના કાર્યોથી વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. મહાવીર જૈન યુવક મંડળ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે દાતા પરિવારોના સહયોગથી 159 મણ લીલાચારાનું નીરણ મુંદરા પાંજરાપોળમાં કરવામાં આવ્યું હતું તથા તમામ પરિવારના નિવાસસ્થાને નવકાર મંત્રનું સ્મરણ, સામાયિક, જાપ, આયંબિલ, પ્રતિક્રમણ કરવામાં આવ્યા હતા. નખત્રાણા : કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ દ્વારા રોજનું કમાતા તેમજ રોજનું ખાતા ગરીબ-શ્રમજીવી વર્ગના લોકોને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં 450 જેટલી રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો 45 જેટલી રાશનકિટ નિષ્કલંકી નારાયણધામના મહંત પૂ. જેરામદાસજી મહારાજ તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. તાલુકાના લુડબાય, ઢોરો, ગડાપુઠા વિસ્તારના લોકો, વાદી સમાજના લોકો, વાડી કામ કરતા ખેતમજૂરોને રાશનકિટ આપવામાં આવી હતી. રાશનકિટ પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ ગંગારામભાઇ પારસિયા, ડાહ્યાભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોઠારા (તા. અબડાસા) : શ્યામ ગ્રુપ દ્વારા આસપાસ રહેતા જરૂરતમંદ લોકોને દૂધ અને ફૂડનું વિતરણ દરરોજ સાંજે ગામલોકોના સાથ-સહકારથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ વ્યવસ્થામાં વિનોદ દરજી, રણજિતસિંહ સોઢા, વીરેન્દ્રસિંહ સોઢા, ભરતસિંહ સોઢા, અજયસિંહ સોઢા, પાર્થ દરજી, જિગર દરજી, મનોજ સોઢા, હર્ષ દરજી તથા ગ્રુપના તમામ સભ્યો સંભાળી રહ્યા હોવાનું પ્રમુખ  નોજ સોનીએ જણાવ્યું હતું. ભચાઉ : અત્રે કોટ વિસ્તાર માંડવી ચોક સ્થિત પૂજારાવાસમાં આવેલા લોહાણા સમાજના ચંદે-હાલાણી કુળના દેવસ્થાન વાઘેશ્વરી મંદિર દેવસ્થાન સ્થાનિક સમિતિ દ્વારા કૂતરાને લાડુ, રોટલા અને જરૂરતમંદો માટે નાસ્તો મંદિરમાં તૈયાર કરી વિવિધ?વિભાગવાર વાહન દ્વારા અપાઇ રહ્યો છે. આ સેવા સમિતિના પ્રભુ શેઠ, પ્રવીણભાઇ બી. ચંદે, ભરત જે. ચંદે, રમેશ કે. ચંદે, હસમુખ વી. ચંદે, ભાવેશ બી. ચંદે વગેરેની સાથે યુવાનો-મહિલાઓ ઉપયોગી બને છે. આ પરિવારોની ભચાઉમાં મીઠાઇની દુકાનો આવેલી છે તેમાં મુંબઇ વગેરે જતી પેડી સહિતની મીઠાઇની મોટી માત્રામાં આઇટમો બંધ રહેતાં ગરીબોને વિતરણ કરી હતી. મુલુંડ : ગુજરાતી સમાજ દ્વારા મુસીબતમાં મુકાયેલા લોકો માટે રાશનકિટ વિતરણનો કાર્યક્રમ દાતાઓના સંગાથે મહાવીર જયંતીના દિવસે હાથ ધરાયો હતો. મારુતિ નર્સિંગ હોમ નજીક રહેતા જરૂરતમંદ પરિવારોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને, સેનિટાઇઝરનો ઉપયોગ કરીને પ્રમુખ?કાંતિભાઇ ભાનુશાલી, ઉપપ્રમુખ એડ. હર્ષદભાઇ દેસાઇ, મંત્રી અલ્પેશ દેઢિયા, પી.આર.ઓ. લાલજી સરે વિતરણની આ પ્રક્રિયા પાર પાડી હતી જેમાં મિતેશ ગાલા, પ્રશાંત ભાનુશાલી, જય દેઢિયા જોડાયા હતા. ત્યાંના સ્થાનિકો વતીથી જશોદાબેન સાથલિયાએ જવાબદારી સંભાળી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer