રાપરમાં જરૂરી વસ્તુઓમાં કાળા બજાર થવાની ફરિયાદ

રાપરમાં જરૂરી વસ્તુઓમાં કાળા બજાર થવાની ફરિયાદ
રાપર, તા. 8 : કચ્છ જિલ્લામાં પણ લોકડાઉનની સ્થિતિ છે ત્યારે કલેકટર દ્વારા કચ્છના શહેરી વિસ્તારોમાં સવારે સાતથી બાર વાગ્યા સુધીની છૂટછાટ આપવામાં આવે છે કે જેથી લોકો જીવનજરૂરી ચીજવસ્તુ ખરીદી શકે પરંતુ રાપર શહેરમાં કરિયાણા તેમજ જીવનજરૂરી ચીજવસ્તુ વેચતા વેપારીઓએ ભાવ વધારો કરીને કાળા બજાર કરતા હોવાની ફરિયાદ ઊઠી છે. કપાસિયા તેલ, સીંગતેલ, પામોલીન, ઘી, ખાંડ, ચા, ગોળ મસાલા સહિતની ચીજવસ્તુઓ પર બસોથી ચારસો રૂપિયા કિલોએ વધારી નાખ્યા છે તો શાકભાજીમાં ગુવાર રૂા. 80ના બદલે 250, ટમેટાં રૂા. 80, બટેટા 30, ડુંગળી 25 સહિતના શાકભાજીમા ભાવ વધારો કર્યો છે તો ફ્રૂટમાં પણ પચાસથી બસો સુધીનો કિલોએ ભાવવધારો કર્યો છે. આ બાબતે વહીવટી તંત્રને બે ત્રણ વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ શહેરમાં આજ દિન સુધી કોઈ કરિયાણાની દુકાન કે શાકભાજીના ગલ્લા પર મુલાકાત લીધી નથી. ગુટખાના શોખીન લોકો માટે પણ પાંચના આઠ કે દસના પંદરનો ભાવવધારો કરી કાળા બજાર કરવામાં આવી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer