કોરોનાને નાથવા જિયાપરના ગામલોકોએ રસ્તા બંધ કર્યા

કોરોનાને નાથવા જિયાપરના ગામલોકોએ રસ્તા બંધ કર્યા
આણંદપર (યક્ષ) (તા. નખત્રાણા), તા.8 : હાલ વિશ્વ સ્તરે કોરોના વાયરસ નામના રોગે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગામડાંના લોકોને સજાગ રહેવાની જરૂર છે. જો ગામડાઓ સજાગ થશે તો જ આ વાયરસને નાથી શકાશે. નખત્રાણા તાલુકાના જિયાપર ગામે પહેલ કરી ગામને સાંકળતા વાડી વિસ્તારમાંથી ગઢશીશા માર્ગ, જિયાપર-કુરબઇ, જિયાપર-રેલવે ફાટક, જિયાપર-જિયાપર જૂનું બસ સ્ટેશનના માર્ગો બંધ કરવામાં આવ્યા છે.જિયાપર ગ્રામ પંચાયતની મહિલા બોડી તેમજ સર્વે સમાજના અગ્રણીઓની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ગામમાં રસકસ કરિયાણાની દુકાન ખોલવાનો સમય સવારે 8થી 12 વાગ્યા સુધી રાખવો તેમજ દુકાનમાં જીવનજરૂરી અનાજ રસકસ, દૂધ-છાશ સિવાય બીજી કોઇ વસ્તુનું વેચાણ કરવું નહીં. જેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. છતાં પણ ગેરકાયદેસર વેચાણ થતાં જાણ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને લોકોની ખોટી અવરજવર વધતાં તેને રોકવા રસ્તાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ ગામના લોકો અને બીજા ગામના લોકોએ ખોટી અવરજવર કરવી નહીં, ખાસ કામ હોય તો જ ગામલોકોને બહાર જવું અને બીજા ગામના લોકોને વગર કામે આવવું નહીં અને આવવા દેવાશે નહીં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer