પૂર્વ કચ્છ પોલીસે કડકાઇ સાથે માનવતાના પણ દર્શન કરાવ્યાં

પૂર્વ કચ્છ પોલીસે કડકાઇ સાથે માનવતાના પણ દર્શન કરાવ્યાં
ગાંધીધામ, તા. 8 : પૂર્વ કચ્છમાં પોલીસ કડક હાથે કામ લઇ રહી છે. છતાં પણ લોકો કામ વગર બહાર નીકળતા આવા 249 શખ્સની આજે ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસે આજે 75 જાહેરનામાના કેસ કરી 249 આરોપીની ધરપકડ કરી હતી તથા 305 વાહન ડીટેઇન કરી રૂા. 77,100 સ્થળ ઉપર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરાની મદદથી પાંચ ગુના નોંધી આઠ શખ્સની અટક કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાની મદદથી બે શખ્સ વિરુદ્ધ ગુના નોંધાયા હતા તેમજ સોશિયલ મીડિયામાં કોઇપણ પ્રકારની અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. પોલીસે 35 જેટલા વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લીધી હતી. નાયબ પોલીસ વડા ડી.એસ. વાઘેલા, અજમાયશી ડી.વાય. એસ.પી. રાધિકા ભારાઇ, એલ.સી.બી. પી.આઇ. એસ.એસ. દેસાઇ વગેરે દ્વારા કિડાણા, સપનાનગર, જગજીવન નગર, ગણેશનગર, ભટ્ટનગર, સેકટર વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સાથો સાથ હોમ કવોરેન્ટાઇનમાં રહેલા લોકોની પણ તપાસ કરવામાં આવી હતી. આદિપુર તથા છેવાડાના ગામડામાં રાશનકિટ આપવામાં આવી હતી તેમજ સગર્ભા મહિલાને સારવાર અર્થે લઇ જવાયા હતા અને તેમને રાશન પૂરું પાડી માનવતાના દર્શન કરાવ્યાં હતાં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer