ગાંધીધામ-અંજારમાંયે સેવાની સરવાણી

ગાંધીધામ-અંજારમાંયે સેવાની સરવાણી
ગાંધીધામ, તા.8 : દેશભરમાં લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અંજાર અને ગાંધીધામની વિવિધ સામાજિક સંસ્થાઓ જરૂરતમંદોને રાશનકિટ, ભોજન કરાવવા સહિતની જુદી-જુદી   સેવાકીય પ્રવૃત્તિ કરી સેવાકીય યજ્ઞમાં આહુતિ હોમી હતી.ગાંધીધામના જૈન શ્વેતામ્બર તેરાપંથી સભા દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે હોમગાર્ડ વિભાગના 100 કર્મચારીઓને રાશનકિટ હોમગાર્ડ કમાન્ડર પ્રવીણસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં અપાઈ હતી.  કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ નરેન્દ્ર સિંધવી, મંત્રી જયસિંહ બોથરા, સહમંત્રી જીતેન્દ્ર જૈન(શેઠીયા), મહિલા મંડળના પ્રમુખ વિજયલક્ષ્મી ભંસાલી, મંત્રી સુમન લુણીયા, ઉપપ્રમુખ મંજુ બોથરા, કન્યા વિહારના પ્રભારી આનંદી સિંધવી, યુવક મંડળના પ્રમુખ પ્રદીપ ભંસાલી, મંત્રી રોહિત ઢેલડીયા સહિતનાએ સહકાર આપ્યો હતો. 21 દિવસનું લોકડાઉન થતાં ગરીબ અને દૈનિક શ્રમ કરતા શ્રમિકોને જીવન નિર્વાહ માટે પડતી મુશ્કેલીને ધ્યાને રાખી ગાંધીધામ મારવાડી યુવા મંચ અને મતિયાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા  રોટરીનગર, વાવાઝોડા કેમ્પ તથા આજુબાજુના  વિસ્તારના 500 લોકોની 14/4 સુધી  ભોજન કરાવવાની સેવા શરૂ કરાઈ હતી.  આ પ્રકલ્પને  સફળ બનાવવા માટે  પ્રમુખ  જીતેન્દ્ર જૈન(શેઠીયા), ઉપપ્રમુખ  રોશન ગોયલ,  મતિયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ નારાણભાઈ કોચરા, મંત્રી વેલજીભાઈ નામોરી,  મહેશ્વરી સમાજના હીરાભાઈ ધુવા, આંન્ધ્રા સમાજના કૃષ્ણા રાવ વગેરેએ યોગદાન આપ્યુ હતું. રામકૃષ્ણ  આશ્રમ રાજકોટ પ્રેરિત રામકૃષ્ણ શારદા  સેવાશ્રમ ટ્રસ્ટ અંજાર  દ્વારા મા શારદા  સીવણ કેન્દ્રની    શારદા સખી મંડળ તરફથી તૈયાર કરેલાં 900  જેટલાં કોટનના માસ્ક  રાશનકિટના લાભાર્થીઓ અને  જરૂરતમંદોને અપાયાં હતાં.તેમજ  લાયન્સ નગર મિત્ર મંડળના સહયોગથી  અંજારના જુદા-જુદા સ્થળે ફૂડ પેકેટ અપાયાં હતાં. મહામારી વચ્ચે ફરજ અદા કરી રહેલા પોલીસ અને હોમગાર્ડના જવાનોને પાણીની બોટલ અપાઈ હતી.આ ઉપરાંત સંસ્થા દ્વારા 25 જરૂરતમંદને રાશનકિટ વિતરણ કરાઈ હતી. સેવાકીય પ્રવૃત્તિ માટે અરુણભાઈ દવે, અરુણાબેન છત્રે, કલ્પનાબેન મહેતા, હર્ષવર્ધન વોરા, પ્રમેશ વેદ, નિકુંજ ઠકકર, અશ્વિન બારોટ, સુધાબેન દવે, દિલીપ ચંદે, અશોક સોની, પિયુષ પુજારા, તુષાર ધોળકીયા, જયેશ આચાર્ય  વગેરેનો આર્થિક સહકાર સાંપડયો હતો. સંસ્થા દ્વારા સહયોગી બનનારા દાતાઓનો આભાર વ્યકત કરાયો હતો.  કાર્યક્રમોમાં નયનાબેન ભટ્ટ, જીતુભાઈ દવે, પ્રવીણાબેન દરજી, મનીષાબેન  ચાવડા, ભારતીબેન ચાવડા, ભાવનાબેન જોષી, કૌશિક  શાહ, મગનભાઈ કન્નડ, તેજપાલ  લોચાણી,   સુરેશ છાયાએ  સેવા આપી હતી. અંજાર રેડીમેડ ગારમેન્ટ એસોસિએશને  મફત નગર, દબળા, જોગીવાસ, મચ્છીપીઠના પાછળનો વિસ્તાર સહિતના અલગ-અલગ સ્થળે  100  રાશનકિટ વિતરણ કરાઈ હતી. કિટ તૈયાર કરવા માટે એસો.ના રાજુભાઈ માનસતા, તુષારભાઈ વોરા, દિનેશ કોઠારી, સિલ્પેશ વોરા, અમિત શાહે સહકાર આપ્યો હતો.સીમા સુરક્ષા દળ 150 મી બટાલિયન  દ્વારા  મોટા દિનારા ગામના 12 જરૂરિયાતમંદ પરિવારને રાશનકિટ અર્પણ કરાઈ હતી. આ વેળાએ  દળના  અધિકારી જનાર્દન પ્રસાદ, વિનોદકુમાર મીણા વગેરે હાજર રહ્યા હતા તેમજ   સરકારના આદેશોનું પાલન કરવા ગ્રામજનોને સમજ અપાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer