કોરોના પોઝિટિવ મહિલાના સેમ્પલનો રિપોર્ટ સ્પષ્ટ ન થયો

ભુજ, તા. 8 : કચ્છના કોરોનાના મહિલા પોઝિટિવ દર્દીના જી.કે. જનરલ હોસ્પિટલમાંથી મોકલાયેલા સેમ્પલનો રિપોર્ટ સ્પષ્ટ થયો ન હોવાથી ફરી આજે સેમ્પલ મોકલાવાયા છે. જ્યારે રાપર તાલુકાના આડેસરના 62 વર્ષીય પુરુષ અને ભચાઉ તાલુકાના કડોલ ગામના યુવાનના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેવું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ પત્રકારોને વિગતે આપતાં જણાવ્યું હતું. બે લાખ માસ્ક અપાયા ડીડીઓએ જણાવ્યું કે મુંદરા ખાતેથી કન્ટેનરમાં મળેલા સહિત બે લાખ માસ્ક આરોગ્ય કર્મચારી અને પોલીસ કર્મચારીઓને અપાયા છે. લોકોને નથી આપ્યા. પીપીઇ કિટની જરૂર હોય એવા માત્ર આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવા જતા તબીબો અને સ્ટાફ નર્સ વગેરેને અપાયા છે. બે હજાર નંગ ખરીદાયા છે અને વધુ બે ખરીદવા ઓર્ડર અપાયો છે. એન-95 માસ્ક પણ ઇમર્જન્સીમાં સારવાર આપવા જતા ડોકટરોને અપાયા છે, ફિલ્ડમાં જતા કર્મચારીઓને જરૂર નથી તેમને થ્રી લેયર માસ્કની જરૂર ન હોવાથી સાદા માસ્ક ચાલે. સ્ટર્લિંગમાં ડાયાલિસીસ ચાલુ રહેશે અત્યારે સાંજે ગાંધીધામ જઇને આદિપુરમાં હરિ ૐ ટ્રસ્ટે જૂનું સેટઅપ આપ્યું છે તે હોસ્પિટલને કોવિડ-19 માટે તૈયાર કરાય છે તેની અને ગાંધીધામમાં સ્ટર્લિંગની મુલાકાત લેશે તેવું જણાવતાં ઉમેર્યું કે સ્ટર્લિંગમાં ડાયાલિસીસ ચાલુ રહેશે.સવારે માધાપરમાં પોઝિટિવ દર્દીવાળા વિસ્તારમાં ચાલતી કાર્યવાહીની વિગતો મેળવી હતી. પરિવારની આઠેક વ્યક્તિને યક્ષ મંદિર ખાતેના ઇન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઇનમાં છે તેમના પણ સેમ્પલ લેવાશે.નોન ક્રિટીકલ દર્દીઓ માટે વ્યવસ્થા જી.કે.ને 100 બેડની કોરોના હોસ્પિટલ  બનાવાતાં નોન ક્રિટીકલ દર્દીઓ માટે સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ અને છ સી.એચ.સી.માં વ્યવસ્થા કરાઇ છે તેમાં 30-30 બેડની સુવિધા ઉપરાંત 8-10 બેડ આઇ.સી.યુ.ની સુવિધા ઉપલબ્ધ થશે. જિ.પં. એપથી માધાપરવાસીઓને જાણ જિલ્લા પંચાયતની એપને માધાપર વિસ્તારના એક લાખ લોકોએ ડાઉનલોડ કરી હોવાથી તેના મારફતે લોકોને આપવાની જરૂરી સૂચનાઓ અપાઇ હોવાનું ડીડીઓ શ્રી જોશીએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer