રાપર તા.નાં સુખપરમાં દુકાને ન બેસવાનું કહેતાં યુવાનને માર મરાયો

ગાંધીધામ, તા. 8 : રાપર તાલુકાનાં સુખપરમાં ડેરી પાસે બેસવાની ના પાડતાં 8 શખ્સોએ એક યુવાનને માર મારી તેની દુકાનમાં તોડફોડ કરી હતી. સુખપરમાં રહેનાર કચરા વિશા કોળી (માયાણી) નામનો યુવાન પોતાની ડેરીએ હતો ત્યારે પ્રવીણ હરિ કોળી આવીને તેની દુકાને બેસી ગયો હતો. આ દુકાનદારે અહીં ન બેસવાનું કહેતાં આ શખ્સ ચાલ્યો ગયો હતો અને બાદમાં પોતાની સાથે કનુ પોપટ કોળી, મુકેશ હરિ કોળી, ધરમશી કરસન કોળી, ધુધા કરસન કોળી, રમેશ નોંઘા કોળી, ભરત નોંઘા કોળી અને હરિ વેરશી કોળીને લઇ આવ્યો હતો. આ શખ્સોએ દુકાનદારને લાકડી વડે માર મારી તેની દુકાનમાં રહેલા ફેટ મશીન, ડી.પી.ઓ., વિજાણુ વજનકાંટામાં તોડફોડ કરીને નાસી ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer