ટ્રકમાં બેસીને મુંબઇથી આવેલા છ જણ કચ્છમાં ઘૂસતાં આરોગ્ય તંત્ર હરકતમાં

ભુજ, તા. 8 : મુંબઇમાં જ્યાં કોરોનાથી લોકોના મોત થયાં છે એ વિસ્તારમાંથી ત્રણ લોકો કચ્છમાં ઘૂસી આવતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું. સુરજબારી ચેકપોસ્ટથી કચ્છમાં  ટ્રકમાં આવ્યા બાદ તપાસ કરતાં શંકાસ્પદ જોવા મળતા કુલ છ જણને ક્વોરેન્ટાઇન કરી દેવાયા હતા. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે દાડમ ભરેલી ટ્રકને મુંબઇ સુધી જવાની છૂટ છે, પરંતુ વળતા આ ટ્રકમાં અન્ય ત્રણ જણ મળી  છ મુસાફર કચ્છમાં આવી પહોંચ્યા હતા.સુરજબારી ચેકપોસ્ટ પરથી આ ટ્રક કચ્છમાં પ્રવેશી હતી, પરંતુ આગળ શંકા જતા પોલીસે પકડી હતી, જ્યાં ક્રીનિંગ કરવામાં આવતાં બે જણને તાવ હોવાનું માલુમ પડયું હતું. પૂછપરછ દરમ્યાન મુંબઇમાં અંગત કારણોસર કડોલના 4 અને માધાપરના બે એમ છ જણમાંથી બે  જે શંકાસ્પદ લાગતા નમૂના પણ લેવાયા હતા જો કે બન્નેના નમૂના નેગેટિવ આવતાં રાહત થઇ હતી.  બાકીના ચારેય જણમાંથી ત્રણ તો એવા હતા જ્યાં મુંબઇ કોરોનાગ્રસ્ત વિસ્તાર છે ત્યાં ગયા હતા. તમામને સુરક્ષિત જગ્યાએ રાખી દેવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે કોઇ દર્દીને લઇ કે આવતી એમ્બ્યુલન્સનું કડક રીતે ચેકિંગ થાય છે તો આવા છ જણ ટ્રકમાં કેવી રીતે ઘૂસી ગયા. મળતી માહિતી પ્રમાણે દાડમની ટ્રકમાં અનેક લોકો અવર-જવર મુંબઇથી કરતા હોવાથી પોલીસ વધુ સક્રિય બને તેવાં સૂચન કરવામાં આવ્યાં હતાં.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer